શોધખોળ કરો
Ayushman Card Rule: 5 લાખની લિમિટ પૂરી થયા પછી શું મફત સારવાર મળે? જાણો આયુષ્માન કાર્ડના નિયમ
PMJAY યોજના: સરકાર આપે છે વાર્ષિક 5 લાખનું સુરક્ષા કવચ; જો આ રકમ વપરાઈ જાય તો દર્દીએ શું કરવું? જાણો ઓટોમેટિક રિન્યુઅલ અને હોસ્પિટલના નિયમો વિશે.
Ayushman Card Limit: દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY), જેને સામાન્ય રીતે 'આયુષ્માન ભારત યોજના' (Ayushman Bharat Scheme) તરીકે ઓળખવામાં આવે છે, તે કોઈ આશીર્વાદથી ઓછી નથી. આ યોજના હેઠળ સરકાર પરિવાર દીઠ વાર્ષિક ₹5 Lakh સુધીનું મફત સ્વાસ્થ્ય કવચ પૂરું પાડે છે. જેમાં મોટી સર્જરીથી લઈને મોંઘી દવાઓ અને હોસ્પિટલના ખર્ચનો સમાવેશ થાય છે. પરંતુ લાભાર્થીઓના મનમાં વારંવાર એક પ્રશ્ન ઉદભવે છે કે "જો સારવાર દરમિયાન 5 લાખ રૂપિયાની લિમિટ પૂરી થઈ જાય, તો શું આગળની સારવાર મફત મળશે કે પૈસા ચૂકવવા પડશે?"
1/6

ચાલો આ અંગેના સરકારી નિયમો અને જોગવાઈઓ વિશે વિગતે જાણીએ. આયુષ્માન ભારત યોજના હેઠળ દરેક પાત્ર પરિવારને વાર્ષિક ₹5 Lakh નું 'હેલ્થ કવર' (Health Cover) આપવામાં આવે છે. આ રકમનો ઉપયોગ પરિવારનો કોઈપણ એક સભ્ય અથવા બધા સભ્યો મળીને પણ કરી શકે છે. આ લિમિટ આખા પરિવાર માટે સંયુક્ત રીતે હોય છે.
2/6

નિયમો અનુસાર, આ ₹5 Lakh ની મર્યાદા એક 'નાણાકીય વર્ષ' (Financial Year) માટે હોય છે. જો કોઈ દર્દી અથવા પરિવાર એક વર્ષની અંદર ₹5 Lakh ની પૂરેપૂરી રકમ સારવાર પાછળ ખર્ચી નાખે છે, તો તે ચોક્કસ વર્ષ માટે 'મફત સારવાર' (Free Treatment) નો લાભ મળવો બંધ થઈ જાય છે. એટલે કે, લિમિટ પૂરી થયા બાદ થતો વધારાનો ખર્ચ દર્દીએ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે.
Published at : 09 Feb 2026 04:36 PM (IST)
આગળ જુઓ
Advertisement























