કોવિડ-19માં ડાયાબિટીસ છે મોટો ખતરો, શુગર કન્ટ્રોલ કરવા ડાયટમાં સામેલ કરો આ 5 કાર્બ્સ
કોવિડમાં શુગર લેવલ નોર્મલ હોવું જરૂરી છે. જો શુગર લેવલ અનકન્ટ્રોલ થાય તો અનેક પ્રકારની બીમારી શરીર પર હાવિ થાય છે. આપ ભોજનમાં આ હેલ્ધી કાર્બ્સને જરૂર સામેલ કરો. જેથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાયાબિટીશના દર્દી કાર્બ્સને તેમની ડાયટથી હટાવી દે છે. જેના કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સ્વા્સ્થ્ય માટે કાર્બ્સ પણ જરૂરી છે. ડાયાબિટીશના દર્દીએ બીજા હેલ્થી કાર્બ્સ ડાયટમાં સામેલ કરવા જોઇએ જેનાથી બ્લડ શુગર પણ કન્ટ્રોલમાં રહેશે અને અન્ય સ્વાસ્થ્યલક્ષી ફાયદા છે. હેલ્થી કાર્બ્સને ડાયટમાં સામેલ કરવાથી થકાવટની ફરિયાદ દૂર થશે.
Disclaimer-આ આર્ટિકલમાં દર્શાવેલ વિધિ, રીત અને દાવાની એબીપી ન્યુઝ પુષ્ટી નથી કરતું. તેના માત્ર સૂચનના રૂપે લઇ શકાય. આ રીતનું કોઇપણ ડાયટ, દવા કે, ઉપચારને અમલમાં મૂકતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.
સાબુત અનાજને પણ આપ હેલ્થી કાર્બ્સ માટે ડાયટમાં સામેલ કરી શકો છો. મલ્ટીગ્રેઇન રોટી, ચોકર, સાબૂત અનાજ લઇ શકો છો. ઉપરાંત બ્રાઉન રાઇસ પણ એક સારો ઓપ્શન છે. ઉપરાંત રાગી અને બાજરાનો રોટલો પણ લઇ શકાય. આ પ્રકારના સાબુત અનાજમાં હેલ્થી કાર્બોહાઇડ્રેઇટસ મળે છે. સાબૂત અનાજમાં પ્રોટીન, વિટામીન અને ખીનજ હોય છે.
ડાયાબિટીશના દર્દીએ ડાયટમાં પ્રોટીનને જરૂર સામેલ કરવું જોઇએ. મોટાભાગે જોવા મળે છે કે, ડાયાબિટીશના દર્દીને બ્લડ શુગર લેવલ વધતાં હાઇબ્લડ પ્રેશરમાં પણ વધારો થાય છે. આ સ્થિતિમાં પ્રોટીનનું સેવન કરવાથી એટલે કે દાળને ડાયટમાં સામેલ કરવાથી બ્લડુ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. દાળમાં પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો હોય છે. દાળમાં હેલ્થી કાર્બ્સ હોય છે. જે ડાયાબિટિશના દર્દી માટે હિતકારી છે.
હેલ્ધી કાર્બ્સનો સારો સ્ત્રોત ફળ પણ છે. ફળમાં નેચરલ શુગર હોય છે. આ સિવાય વિટામીન અને પોષકતત્વ પણ હોય છે. જે શરીરને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. આપ સફરજન, જાંબુ, કેળા, અંગુરને ડાયટમાં સામેલ કરી શકો છો. જો સંતુલિત માત્રામાં ફળો લેવાય તો બ્લડ શુગર વધતું નથી.
ડાયાબિટીશના દર્દીઓએ ખાવામાં ગાજર અને શક્કરિયા લેવા જોઇએ, આ બંને શાક હેલ્થ માટે કારગર છે. શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેનાથી બ્લ્ડ શુગર કન્ટ્રોલ રાખવામાં મદદ મળે છે. જો કે સંતુલિત માત્રામાં જ તેને ડાયટમાં સામેલ કરવા જોઇએ.