શોધખોળ કરો
Mount Abu Rain: હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ, સહેલાણીઓ ઉમટી પડ્યા, જુઓ તસવીરો
Mount Abu Rain: હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ, સહેલાણીઓ ઉમટી પડ્યા, જુઓ તસવીરો
માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ
1/6

Heavy rain in Mount Abu: ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.
2/6

માઉન્ટ આબુ પર્વત પર ભારે વરસાદને કારણે ઝરણાઓ વહેતા થયા હતા. આ ખૂબ જ સુંદર નજારો જોવા માટે લોકો આબુ આવી રહ્યા છે. એકદમ સ્વચ્છ વાતાવરણ વચ્ચે લીલોતરી જોવા મળી રહી છે.
3/6

માઉન્ટ આબુમાં ભારે વરસાદને લઈને ધોધ અને ઝરણા વહેતા થયા છે. છેલ્લા 24 કલાકમાં માઉન્ટ આબુમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
4/6

માઉન્ટ આબુમાં 8 ઇંચ વરસાદથી આબુ ખીલી ઉઠ્યું છે. વરસાદને લઈને માઉન્ટ આબુમાં પહાડ ઉપરથી પાણી વહી રહ્યા છે.
5/6

વરસાદથી અનેક ઝરણાં જીવંત બન્યા છે. પહાડો પર વાદળ છવાતા આહ્લાદક વાતાવરણ જોવા મળ્યું. મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુમાં વરસાદી વાતાવરણમાં મજા માણી રહ્યા છે.
6/6

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદી વાતાવરણમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ખૂબ જ સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે.
Published at : 22 Jun 2025 02:59 PM (IST)
આગળ જુઓ
Advertisement





















