શોધખોળ કરો
(Source: ECI | ABP NEWS)
બેકાબૂ થઇને એકબીજાને કચડવા લાગી ભીડ, આ છે દેશમાં બનેલી ભાગદોડની સૌથી મોટી પાંચ દુર્ઘટનાઓ
RCB Victory Parade Stampede: IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય આજે (બુધવાર) એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો. વાસ્તવમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટ્રી પરેડ યોજાઈ હતી.
આ પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભાગદોડ મચી ગઈ હતી
1/8

RCB Victory Parade Stampede: IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય આજે (બુધવાર) એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો. વાસ્તવમાં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટ્રી પરેડ યોજાઈ હતી. પરંતુ આ પરેડ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન 11 લોકોનાં મોત થયાં અને ઘણા ઘાયલ થયા હતા.
2/8

લોકો 18 વર્ષ પછી RCB ટ્રોફી જીતવાની ઉજવણી કરવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે આ ખુશી થોડી જ વારમાં શોકમાં ફેરવાઈ જશે.
3/8

લોકો સ્ટેડિયમની અંદર જવાનો પ્રયાસ કરવા લાગ્યા, આ દરમિયાન સ્ટેડિયમની અંદર અને બહાર ભીડ બેકાબૂ થઈ જવાને કારણે ભાગદોડ મચી ગઈ અને 11 લોકોનાં મોત નીપજ્યાં હતા. ચાલો તમને ભારતમાં ભાગદોડની પાંચ મોટી દુર્ઘટનાઓ વિશે જણાવીએ.
4/8

તાજેતરમાં પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ભાગદોડ થઈ હતી. આ ભાગદોડ સંગમ નોઝ વિસ્તારમાં થઈ હતી. 28 જાન્યુઆરીની રાત્રે લગભગ 1:30 વાગ્યે, ભાગદોડ શરૂ થઈ અને લગભગ 30 લોકો મૃત્યુ પામ્યા હતા. 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.
5/8

25 જાન્યુઆરી, 2005ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લા નજીક આવેલા મંધાર દેવી મંદિરમાં ભાગદોડ થઈ જેમાં 340થી વધુ ભક્તોના મોત થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ભક્તો નારિયેળ ફોડવા માટે મંદિરની સીડીઓ ચઢી ગયા હતા.
6/8

3 ઓગસ્ટ, 2008ના રોજ શ્રાવણ મહિનામાં હિમાચલ પ્રદેશમાં નૈના દેવીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ વરસાદને કારણે મંદિરમાં ભૂસ્ખલન થયું અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તેના કારણે લગભગ 146 લોકો માર્યા ગયા હતા.
7/8

3 સપ્ટેમ્બર 2008ના રોજ રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં દેવીના દર્શન કરવા માટે ભક્તોમાં ધક્કામુક્કી થઈ ત્યારે ભાગદોડ મચી ગઇ હતી. દરમિયાન 224 લોકો માર્યા ગયા હતા.
8/8

1 જાન્યુઆરી 2022ના રોજ જમ્મુના કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ અને ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા.
Published at : 05 Jun 2025 12:20 PM (IST)
આગળ જુઓ
Advertisement




















