કોરોનાના નવા સ્ટ્રેન સામે રક્ષણ મેળવવા શું ખાવું જોઇએ? જાણો ન્યુટ્રિશિયનિસ્ટે શું આપી સલાહ
કોરોનાની મહામારી હવે તેના નવા સ્ટ્રેનના કારણે વધુ ઘાતક બની છે. આ સ્થિતિમાં માસ્કની સાથે અંદરથી મજબૂત રહેવા પોષ્ટીક આહાર અનિવાર્ય છે. તો જાણીએ નવા સ્ટ્રેન સામે ટકી રહેવા માટે કયાં ફૂડને ડાયટમાં સામેલ કરવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના કાળમાં ઇમ્યુનિટીને બનાવી રાખવા માટે ફ્રેશ અને અનપ્રોસેસ્ડ ફૂડનું જ સેવન કરવાની સલાહ ન્યુટ્રીશ્યિન આપે છે.
ફૂડની સાથે શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ ઉપરાંત આપ લેમન જ્યુસનું પણ સેવન કરી શકો છો.
કોરોના કાળમાં ડાયટમાં કાકડી, પાલક, ટામેટાં તરબૂચ, બ્રોકલીને સામેલ કરો. પકવેલા શાક કરતા ગ્રીન સલાડમાં કાચા શાક લેવાનું પસંદ કરો.
શક્ય હોય તેટલું ડાયટમાં સપ્રમાણ શુગર અને સોલ્ટ જ વાપરો. વધુ પ્રમાણમાં શુગર અને સોલ્ટ શરીરની ઈમ્યૂન સિસ્ટમને ખરાબ કરે છે.
મહામારીમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે ડાયટમાં ઓલિવ ઓઇલ, એવોકાડોસ ડ્રાય ફ્રૂટસ સામેલ કરો. જે રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.
કોરોના કાળમાં મીઠાઇ ખાવાનું અવોઇડ કરવાની સલાહ ન્યુટ્રીશ્યન આપે છે. આ સાથે કુકીઝ, કેઇક, ચોકલેટ લેવાનું અવોઇડ કરો.