શોધખોળ કરો
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે પરિવાર સાથે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી, કહ્યું- 'મારા બાળકોને ખૂબ મજા....'
દિલ્હીમાં ભારતનું પ્રથમ સ્ટોપ: પરંપરાગત સ્વાગત, મંદિરના સૌંદર્ય અને સંસ્કૃતિથી પ્રભાવિત, પીએમ મોદી સાથે મુલાકાત.
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સોમવારે (૨૧ એપ્રિલ, ૨૦૨૫) તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા છે. ભારત આગમન બાદ તેમના પ્રથમ સ્ટોપ તરીકે તેમણે દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. જેડી વેન્સ તેમની પત્ની ઉષા ચિલુકુરી અને ત્રણ બાળકો સાથે મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
1/6

અક્ષરધામ મંદિરે પહોંચીને જેડી વેન્સે મંદિરની ગેસ્ટ બુકમાં પોતાના અનુભવો નોંધ્યા હતા. તેમણે લખ્યું કે, "આ સુંદર જગ્યાએ મારું અને મારા પરિવારનું સ્વાગત કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર."
2/6

મંદિરના પૂજારીએ જેડી વેન્સ અને તેમના પરિવારનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું અને તેમને દર્શન કરાવ્યા હતા. મંદિર વહીવટીતંત્ર દ્વારા તેમને ભેટ સ્વરૂપે એક કોતરવામાં આવેલ લાકડાનો હાથી, દિલ્હી અક્ષરધામ મંદિરનું એક મોડેલ અને બાળકો માટે પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.
3/6

મંદિરની મુલાકાત દરમિયાન જેડી વેન્સ મંદિરના સ્થાપત્ય, કલાકૃતિઓ અને સાંસ્કૃતિક કોતરણીથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે, ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે કે તમે ખૂબ કાળજી અને ચોકસાઈથી આટલું સુંદર મંદિર બનાવ્યું છે. ખાસ કરીને તેમણે ઉલ્લેખ કર્યો કે તેમના બાળકોને આ મંદિર ખૂબ જ ગમ્યું.
4/6

અક્ષરધામ મંદિરના પ્રવક્તા રાધિકા શુક્લાએ જણાવ્યું હતું કે, "જ્યારે તેઓ અક્ષરધામ મંદિરની મુલાકાત લેતા હતા, ત્યારે તેમને આર્ટવર્ક, અહીં આપવામાં આવેલા સંદેશાઓ અને અહીંની સાંસ્કૃતિક કોતરણી ખૂબ ગમતી હતી. તેમના બાળકોએ પણ ખૂબ આનંદ લીધો હતો. તેઓએ આપણા દેશની સંસ્કૃતિ અને પરંપરાનો અનુભવ કર્યો હતો."
5/6

અક્ષરધામ મંદિરે પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર આ મુલાકાત અંગે પોસ્ટ કરતાં જણાવ્યું કે, "યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, સેકન્ડ લેડી ઉષા વાન્સ અને તેમના બાળકોએ દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી, જે ભારતમાં તેમનું પ્રથમ સ્ટોપ છે. તેઓએ ભારતની ધરોહર અને સાંસ્કૃતિક ઊંડાણનો અનુભવ કર્યો."
6/6

અગાઉ સોમવારે સવારે જેડી વેન્સ અને ઉષા દિલ્હી પહોંચ્યા ત્યારે પાલમ એરબેઝ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન વાન્સના બાળકોએ પરંપરાગત ભારતીય પોશાક પહેર્યો હતો અને સમગ્ર પરિવારે સાથે મળીને ફોટા પડાવ્યા હતા. જેડી વેન્સ સાથે અમેરિકી સરકારના વરિષ્ઠ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યાપક વાટાઘાટો કરશે અને સોમવારે સાંજે પીએમ મોદી દ્વારા વાન્સ પરિવાર માટે રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
Published at : 21 Apr 2025 07:14 PM (IST)
આગળ જુઓ
Advertisement





















