Exit Poll 2024
(Source: Poll of Polls)
Jamnagar North Constituency Result: જામનગર ઉત્તર પરથી જીત મેળવનારા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ શું આપી પ્રથમ પ્રતિક્રિયા?
Gujarat Assembly Election Result : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સતત સાતમી વખત જીત નોંધાવી છે. ભાજપે 182 બેઠકોમાંથી 157 બેઠકો પર આગળ છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી જંગી જીત તરફ આગળ વધી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિન્દ્ર જાડેજાની બહેન નયનાબે તેમના પર વિવિધ આક્ષેપો કર્યા હતા પરંતુ તેમ છતાં જનતાએ તેમને સમર્થન આપ્યું હતું. રિવાબાએ મતગણતરી દરમિયાન પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.
રીવાબાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપે જે રોલ મોડલ સ્થાપિત કર્યું છે તે લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતની જનતા પર મોદીજીની અસર સ્વાભાવિક છે. વિકાસની યાત્રામાં આગળ વધીશું. આ સાથે રીવાબાએ એમ પણ કહ્યું કે અમે ભાજપની વિચારધારા સાથે જોડીને વિકાસના કામો કરીશું.
રવિન્દ્ર જાડેજાના પત્ની ત્રણ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. આ પહેલા તે કરણી સેના સાથે પણ જોડાયેલા હતા. આ સિવાય તે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. જાડેજા પણ હંમેશા તેને સપોર્ટ કરતો જોવા મળે છે. ચૂંટણી પ્રચારમાં પણ તેણે પત્નીને ખૂબ સાથ આપ્યો હતો.
રીવાબા મૂળ રાજકોટના છે. તેમના પિતા શહેરના જાણીતા બિઝનેસમેન છે. તેમણે રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના દિવસે પણ રીવાબા જાડેજાએ કહ્યું હતું કે તેમને જામનગરની જનતામાં વિશ્વાસ છે.
રીવાબા પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમનો પ્રચાર ખૂબ જ સારો રહ્યો. જો કે, રવિન્દ્ર જાડેજાની બહેન નયના અને પિતા અનિરુદ્ધ સિંહે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્ર સિંહ માટે મત માંગ્યા હોવાથી તેમના પરિવારના સભ્યો એક પડકાર રહ્યા હતા.
રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા