બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ અને રશિયન ટેન્કર જપ્ત થતા વૈશ્વિક તણાવ ચરમસીમાએ, શું અમેરિકા ગ્રીનલેન્ડ ખરીદશે?

બાબા વાંગાએ 2026 ને વિનાશનું વર્ષ ગણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે માદુરોની ધરપકડ અને રશિયન જહાજ જપ્ત કરીને વિશ્વયુદ્ધના ભણકારા વાગ્યા છે? જાણો વિગતવાર અહેવાલ.
1/6
શું દુનિયા વિનાશના આરે આવીને ઊભી છે? આ સવાલ હાલ સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાઈ રહ્યો છે. બલ્ગેરિયાના પ્રખ્યાત ભવિષ્યવેત્તા બાબા વાંગા (Baba Vanga) ની ભયાનક આગાહી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના તાજેતરના આક્રમક નિર્ણયોને જોતા એવું લાગે છે કે વર્ષ 2026 ઇતિહાસમાં 'યુદ્ધ અને વિનાશ'ના વર્ષ તરીકે નોંધાઈ શકે છે.
2/6
બાબા વાંગા, જેમણે ભૂતકાળમાં 9/11 ના હુમલા અને COVID-19 મહામારી જેવી સચોટ આગાહીઓ કરી હતી, તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે 2026 માં ત્રીજું વિશ્વયુદ્ધ (World War 3) ફાટી નીકળશે. હાલની ભૌગોલિક રાજકીય સ્થિતિ જોતા આ આગાહી સાચી પડતી દેખાઈ રહી છે.
3/6
વૈશ્વિક સ્તરે અશાંતિનો માહોલ છે. એક તરફ ઈરાનમાં હજારો નાગરિકો સરકાર સામે રસ્તા પર ઉતરી આવ્યા છે, તો બીજી તરફ અમેરિકાની કાર્યવાહીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. તાજેતરમાં જ, 3 જાન્યુઆરી, 2026 ના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક ચોંકાવનારી જાહેરાત કરી હતી કે યુએસ આર્મીએ વેનેઝુએલામાં ગુપ્ત લશ્કરી ઓપરેશન પાર પાડીને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Nicolas Maduro) અને તેમના પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી લીધી છે.
4/6
ટ્રમ્પના આદેશ અનુસાર, જ્યાં સુધી વેનેઝુએલામાં રાજકીય સ્થિરતા ન આવે ત્યાં સુધી દેશ અમેરિકાના નિયંત્રણમાં રહેશે. આટલું જ નહીં, વચગાળાની સરકાર પાસેથી અમેરિકાએ 50 મિલિયન (Million) બેરલ ઓઈલ અને 30 થી 50 મિલિયન બેરલ જપ્ત કરાયેલું ઓઈલ મેળવવાનો સોદો પણ નક્કી કરી લીધો છે.
5/6
અમેરિકાની આક્રમકતા અહીં જ અટકી નથી. બુધવારે યુએસ કોસ્ટ ગાર્ડે એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર 'M/V BELA 1' જપ્ત કરી લીધું છે. મળતી માહિતી મુજબ, આ જહાજ વેનેઝુએલા નજીક અમેરિકન નાકાબંધી તોડીને ભાગી રહ્યું હતું, જેનો એક અઠવાડિયા સુધી પીછો કર્યા બાદ યુએસ વોરશીપે તેને કબજે કર્યું હતું. રશિયાના જહાજ પર અમેરિકાના કબજાને નિષ્ણાતો 'વૈશ્વિક સંઘર્ષની શરૂઆત' તરીકે જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ભય વ્યક્ત કરી રહ્યા છે કે ટ્રમ્પની આ નીતિઓ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી રહી છે.
6/6
વધુમાં, ટ્રમ્પની વિસ્તારવાદી નીતિ પણ ચર્ચામાં છે. તેમણે 57,000 ની વસ્તી ધરાવતા ડેનિશ પ્રદેશ ગ્રીનલેન્ડ (Greenland) ને ખરીદવાનો પ્રસ્તાવ મૂકીને યુરોપિયન દેશોને પણ ચોંકાવી દીધા છે. બીજી તરફ, તેમણે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો (Gustavo Petro) પર પણ આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે કોલંબિયાને 'બીમાર દેશ' ગણાવતા ચેતવણી આપી છે કે હવે તેઓ અમેરિકામાં કોકેન વેચી શકશે નહીં અને અમેરિકા ક્યુબાનો સામનો કરવા માટે પણ સંપૂર્ણ સજ્જ છે. આમ, એક સાથે અનેક મોરચે અમેરિકાની આક્રમક કાર્યવાહી બાબા વાંગાની 2026 ની વિનાશક આગાહીને સમર્થન આપતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
Published at : 10 Jan 2026 05:15 PM (IST)