Israel Hamas War: ઇઝરાયેલે ગાઝામાં કરી દીધો ખેલ, યુદ્ધની વચ્ચે કર્યો મોટો દાવો- અમે તો રફાહમાં.....
Israel Hamas War: ઇઝરાયેલે ગાઝાના રફાહને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસનો છેલ્લો ગઢ માને છે. હાલમાં બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં 37 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલની સેનાએ મોટો દાવો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇઝરાયેલની સેનાએ કહ્યું કે તેના સૈનિકોએ ગાઝાના રફાહમાં લગભગ અડધા હમાસની સેનાને પરાસ્ત કરી દીધી છે.
સોમવારે ઇઝરાયેલ ડિફેન્સ ફૉર્સિસ (IDF) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 162મી ડિવિઝન (જે 40 દિવસથી વધુ સમયથી રફાહમાં લડી રહી છે)ના સૈનિકોએ શહેરમાં લગભગ 550 આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે 22 ઇઝરાયેલી સૈનિક યુદ્ધ દરમિયાન શહીદ થયા છે. .
સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલની સેનાએ કહ્યું કે રફાહમાં હમાસની ચાર બટાલિયનમાંથી બે હારના આરે છે. અન્ય બે બટાલિયન સામે જમીની યુદ્ધ હજુ ચાલુ છે.
ઇઝરાયેલની સેના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ત્યાંના દળોએ ગાઝા અને ઇજિપ્ત વચ્ચેના સમગ્ર વિસ્તાર પર ઓપરેશનલ નિયંત્રણ મેળવી લીધું છે, જેને ફિલાડેલ્ફિયા કૉરિડોર કહેવામાં આવે છે.
સેનાનો દાવો છે કે તેની જમીન દળો મિશનને ચાલુ રાખવા અને પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે.
એવો અંદાજ છે કે રફાહમાં મિશનને પૂર્ણ કરવામાં હજુ થોડા અઠવાડિયા લાગશે.
નિવેદનમાં જણાવાયું છે કે લગભગ 200 ટનલ શાફ્ટ અને 25 ટનલ માર્ગો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક ઇજિપ્ત તરફ દોરી જાય છે અને દાણચોરીની પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાય તેવી શંકા છે.