શોધખોળ કરો
પેટ્રોલ ₹24 અને ડીઝલ ₹15 મોંઘું થયું! કિંમત ₹434 ને પાર, જાણો કયા દેશમાં મચ્યો હાહાકાર
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે શ્રીલંકામાં છેલ્લા 3 મહિનામાં 5મી વખત ઇંધણના ભાવમાં વધારો, પેટ્રોલનો ભાવ ₹434 પર પહોંચતા હાહાકાર.
પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક ઉર્જા પુરવઠામાં આવી રહેલી અડચણોની સીધી અને માઠી અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડવા લાગી છે. આપણા પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્ચે મોંઘવારીએ ફરી એકવાર માઝા મૂકી છે. ત્યાંની સરકારે સામાન્ય જનતા પર બોજ વધારતાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનના ભાવમાં ભારે વધારો ઝીંકી દીધો છે, જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે.
1/6

શ્રીલંકાની સરકારી તેલ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) દ્વારા શનિવારે મધ્યરાત્રિએ ૧૨:૦૦ વાગ્યાથી જ આ નવા અને વધેલા દરો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે. દેશમાં વધી રહેલા આર્થિક દબાણ અને મોંઘા ઇંધણના કારણે સ્થિતિ એટલી વણસી ગઈ છે કે ત્યાંના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પોતે દેશવાસીઓને વારંવાર ઇંધણનો વપરાશ ઘટાડવા અને બચત કરવાની અપીલ કરી રહ્યા છે જેથી વિદેશી હૂંડિયામણ બચાવી શકાય.
2/6

સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, આ વખતે પેટ્રોલના ભાવમાં ૫.૮૫ ટકા અને ડીઝલના ભાવમાં ૩.૮૩ ટકાનો સીધો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે શ્રીલંકામાં પેટ્રોલ પ્રતિ લિટર ૨૪ રૂપિયા મોંઘુ થઈ ગયું છે, એટલે કે સામાન્ય લોકોને હવે એક લિટર પેટ્રોલ ખરીદવા માટે ૪૩૪ શ્રીલંકન રૂપિયા ચૂકવવા પડશે.
Published at : 31 May 2026 04:52 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















