શોધખોળ કરો
5 વર્ષની બાળકીને નેઇલ પેઇન્ટ લગાવી રહી હતી માતા, આ સમયે બાળકી અચાનક ઢળી પડી અને પછી....
માતા એક તેમની 5 વર્ષની બાળકીને નેઇલ પેઇન્ટ લગાવી રહી હતી, બાળકી પણ ખૂબ જ ખુશ હતી પરંતુ અચાનક એવું થયું કે, તેમની માતાના હોંશકોંશ ઉડી ગયા, જાણીએ શું છે સમગ્ર ઘટના
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

એલેસ્મેયર પોર્ટની 5 વર્ષની બાળકીને જ્યારે તેમની માતા નેઇલ પેન્ટ લગાવી રહી હતી. તે સમયે જ તે જીવન-મરણના જોકા ખાઇ રહી હતી આ બાળકી અચાનક ઢળી પડી હતી.
2/7

પાંચ વર્ષની એલા-માએ તેના ઘરમાં ખુશીથી રમતી હતી. આ પછી તેની માતા જમ્મા ગ્રિફિથે તેને નેલ પેઈન્ટ લગાવવા માટે બોલાવી હતી.
3/7

નેલ પેઈન્ટ લગાવતી વખતે એલાના અચાનક શ્વાસ બંધ થઇ ગયા થોડીવારમાં જ તે બેભાન થઈને જમીન પર પડી ગઈ આ જોઇને માતાને કંઇ જ સમજાયું નહિ તે ગભરાઇ ગઇ અને ચીસો પાડવા લાગી.
4/7

માતાએ તરત જ બાળકીને સીપીઆર આપવાનું શરૂ કર્યું, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. માતાએ વિચાર્યું કે તેની પુત્રી મરી ગઈ છે. પરંતુ પાડોશમાં રહેતા પેરામેડિકની મદદથી બાળકીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
5/7

તેણીને હોસ્પિટલમાં લઈ ગયા પછી, ડોકટરોની ટીમે તરત જ સીટી સ્કેન કર્યું, જેમાં ખબર પડી કે એલા-મેને હાર્ટ એટેક આવ્યો હતો. બધાને આશ્ચર્ય થયું કે એક સંપૂર્ણ સ્વસ્થ છોકરીને અચાનક હાર્ટ એટેક કેવી રીતે આવ્યો
6/7

જેના કારણે આ પાંચ વર્ષની બાળકી કોમામાં ચાલી ગઈ હતી. તપાસ કરવા પર, એવું જાણવા મળ્યું કે એલા-મે કેટેકોલામિનેર્જિક પોલીમોર્ફિક વેન્ટ્રિક્યુલર ટાકીકાર્ડિયા નામના દુર્લભ રોગથી પીડાતી હતી. જે જીવલેણ બીમારી છે.
7/7

જોકે, હોસ્પિટલે એક જટિલ સર્જરી કરીને ઈલા-માને નવું જીવન આપ્યું છે. ઈલા કેટલાંક અઠવાડિયાં સુધી હોસ્પિટલમાં દાખલ રહી, પરંતુ ડૉક્ટરોની ટીમે ખાસ નસ કાપીને તેને આ બીમારીમાંથી ઘણી હદ સુધી મુક્ત કરી દીધી.
Published at : 03 Feb 2025 07:26 AM (IST)
આગળ જુઓ
Advertisement





















