US-Iran War: એકબાજુ ઈરાનમાં માતમ, બીજીબાજુ ભીષણ બૉમ્બમારો... મિડલ ઈસ્ટથી આવી ભયાનક તસવીરો
અમેરિકી હુમલા બાદ ઈરાનની IRGCએ ચેતવણી આપી છે કે જો ફરી હુમલો થયો તો યુએસ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવશે પેજેશ્કિયને કહ્યું કે ટ્રમ્પના હાથ બાળકોના લોહીથી રંગાયેલા છે
Continues below advertisement

તસવીરઃ એબીપી અસ્મિતા
Continues below advertisement
1/6
ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે બુધવારથી શરૂ થયેલા અમેરિકી હુમલામાં 14 લોકોના મોત થયા છે જ્યારે 78 લોકો ઘાયલ થયા છે મંત્રાલય અનુસાર આ હુમલા ઈરાનના પાંચ પ્રાંતોમાં કરવામાં આવ્યા ઈરાની સેનાએ દાવો કર્યો કે તેણે ખાડી ક્ષેત્રમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ અને રણનીતિક પ્રતિષ્ઠાનોને નિશાન બનાવીને મોટા પાયે ડ્રોન હુમલા કર્યા છે
2/6
ઈરાની સેના અનુસાર આ હુમલાઓમાં કુવૈતમાં પેટ્રિઓટ મિસાઈલ સંરક્ષણ પ્રણાલી કતારમાં અર્લી વોર્નિંગ સેટેલાઇટ એન્ટેના સાઇટ અને બહેરીનમાં અમેરિકી સેનાના ઇંધણ સંગ્રહ ટાંકીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા સેનાનું કહેવું છે કે આ અભિયાનોમાં વિવિધ પ્રકારના મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
3/6
ઈરાની સશસ્ત્ર દળોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિના ઉદ્દેશ્યોને કોઈપણ ભોગે સફળ થવા દેશે નહીં અને દેશની સુરક્ષા તથા ઇસ્લામિક ક્રાંતિના આદર્શોની રક્ષા માટે પોતાના અભિયાન ચાલુ રાખશે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પણ દાવો કર્યો હતો કે તેણે ઈરાનના લગભગ 90 સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા આમાં એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલડ્રોન સ્ટોરેજ સાઇટ સૈન્ય લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શામેલ છે
4/6
એક ઈરાની અધિકારીએ અમેરિકા પર બુશેર ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર ઈરાન પરના અમેરિકી હવાઈ હુમલાઓમાં ઉત્તરીય પ્રાંત ગોલેસ્તાનમાં સ્થિત અક તાકે ખાન રેલવે પુલને નિશાન બનાવવામાં આવ્યો આ પુલ તેહરાન અને ઈરાનના સૌથી મોટા ટ્રેડ પાર્ટનર ચીન વચ્ચેના મુખ્ય વેપાર માર્ગોને જોડે છે ઈરાનના બંદરો પર અમેરિકી નાકાબંધી દરમિયાન આ માર્ગનો ઉપયોગ કરીને રશિયાને સામાન મોકલવામાં આવે છે
5/6
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ઇરાન સામે ફરીથી હવાઈ હુમલા શરૂ કર્યા તેહરાને વળતો પ્રહાર કરતા મિડલ ઇસ્ટમાં અમેરિકાના સહયોગી દેશોને નિશાન બનાવ્યા ઇરાનની મેહર ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ હોર્મુઝ જળસંધિ પર આવેલા ઇરાની બંદર શહેર બંદર અબ્બાસમાં વધુ વિસ્ફોટોના અવાજો સંભળાયા છે
Continues below advertisement
6/6
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેની સેનાએ સતત બીજા દિવસે ઈરાન પર હુમલા કર્યા ઈરાની મીડિયાએ જણાવ્યું કે ધમાકા બંદર અબ્બાસ કેશમ સિરિક કાઉન્ટી અને ઈરાની આઈલેન્ડ અબુ મૂસામાં સંભળાયા સરકારી આઈઆરઆઈબી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે દક્ષિણપૂર્વીય ચાબહાર કાઉન્ટીમાં પણ ત્રણ ધમાકા સંભળાયા જેનાથી બંદર અબ્બાસમાં કુલ આઠ ધમાકા થયા જ્યાં એર ડિફેન્સ સક્રિય થઈ ગયું છે
Published at : 10 Jul 2026 03:42 PM (IST)