નોકિયાના આ દમદાર ફોનનુ ભારતમાં વેચાણ શરૂ, જાણો શું છે કિંમત ને ફિચર્સ
આ ઉપરાંત ફોનમાં 5000 એમએએચની બેટરી છે, આને સિંગલ ચાર્જથી બે દિવસ સુધી ચલાવી શકાય છે. સાથે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે.(ફાઈલ તસવીર)
નોકિયા 2.4માં ડ્યૂલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી લેન્સ 13 મેગાપિક્સલનો છે, બીજો 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે. (ફાઈલ તસવીર)
નોકિયા 2.4 ફોનમાં 6.5 ઇંચની એચડી ડિસ્પ્લે સાથે મીડિયાટેક હીલિયો પી22 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 રન ચાલે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોનમાં એન્ડ્રોઇડનુ નવુ અપડેટ 11 અને 12 પણ મળશે.(ફાઈલ તસવીર)
ખાસ વાત છે કે નોકિયા 2.4 બે કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. ભારતમાં નોકિયા 2.4 એક જ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ વેરિએન્ટમાં 3જીબી રેમની સાથે 64જીબીની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનની એક મોટી ખાસિયત એ છે કે આ પ્યૉર એન્ડ્રોઇડ પર ચાલે છે. આની કિંમત 10399 રૂપિયા છે.(ફાઈલ તસવીર)
નોકિયા 2.4 સ્માર્ટફોન ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને નોકિયાની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. કંપનીએ કહ્યું કે, આ સ્માર્ટફોન ઓફલાઇન રિટેલ સ્ટૉર્સ પરથી પણ ઉપલબ્ધ થશે. આની સાથે કેટલીક ઓફર્સ આપવામાં આવી રહી છે. (ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ ફિનલેન્ડની કંપની એચએમડી ગ્લૉબલ હવે નોકિયા હેન્ડસેટ બનાવે છે. તાજેતરમાં જ કંપનીએ ભારતમાં નોકિયા 2.4ને લૉન્ચ કર્યો છે. આનુ વેચાણ ભારતમાં હવે શરૂ થઇ ચૂક્યુ છે. (ફાઈલ તસવીર)