Paris Hilton એ ચોથી વખત કરી સગાઈ, 40મા બર્થ ડે પર બોયફ્રેન્ડે પહેરાવી 2 મિલિયન ડોલરની ડાયમંડ રિંગ, જુઓ તસવીરો
પેરિસે તેની પોસ્ટમાં લખ્યું, કઈ ક્ષણે જીવનસાથી મળી જાય તે ખબર નથી હોતી. મારા જન્મદિવસે તેમણે એક ખાસ ટ્રીપનું આયોજન કર્યુ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેરિસિયની મંગેતર કાર્ટર એમ 13 નામની એક ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવે છે. 2019થી આ બંને એકબીજા સાથે સંબંધમાં છે. એવું કહેવામાં આવે છે કે બંને છેલ્લાં 15 વર્ષથી એક બીજાને ઓળખે છે અને ઘણા સારા મિત્રો પણ છે.
આ પહેલા તેણે 2002માં જેસન શૉ સાથે સગાઈ કરી હતી. જે બાદ 2005માં પેરિસ લેટસિસ સાથે સગાઈ કરી હતી અને 2018માં ક્રિસ જિલ્કા સાથે સગાઈ કરી હતી. પરંતુ કોઈપણ સંબંધ આગળ વધી શક્યો નહોતો.
પેરિસ હિલ્ટને આ રોમેન્ટિક પ્રપોઝલની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં બંને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.
તે ઘૂંટણ પર બેઠો અને મારી સાથે જીવનભર સાથ નિભાવવા હા કહી. આ એવો શખ્સ છે જેની સાથે હું પૂરી જિંદગી વીતાવી શકું છું.
હોલીવુડની જાણીતી એક્ટ્રેસ, સિંગર પેરિસ હિલ્ટને તેના જન્મદિવસે ચાહકોને એક મોટા સમાચાર આપ્યા છે. તેણે 40 મા જન્મદિવસ પર બોયફ્રેન્ડ કાર્ટર રેમ સાથે સગાઈ કરી છે.
આ પ્રસંગે, કાર્ટરએ તેમને 2 મિલિયન ડોલરની હીરાની વીંટી પહેરાવી હતી. પેરિસ ચોથી વખત સગાઈ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -