સુશાંત સિંહની પ્રેમિકા એક્ટ્રેસ ચોરીછુપીથી બૉયફ્રેન્ડ સાથે કરી રહી છે લગ્ન? લગ્નની વિધિની તસવીરો થઇ વાયરલ....
આ પહેલા અંકિતા લોખંડે અને દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ નામ સામે આવ્યુ હતુ, બન્ને પ્રેમમાં હોવાની વાતો પણ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે છેલ્લા ઘણ સમયથી વિક્કી જૈન સાથે રિલેશનમાં છે.
અંકિતાએ પોતાના આ ફોટા ઇન્સ્ટા પર QandA સેશન દરમિયાન શેર કર્યા હતા.
અંકિતા લોખંડે અને તેની બહેન અશિતાએ પોત-પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર કેટલીક તસવીરો શેર કરી છે.
સાથે કેટલીક તસવીરોમાં અંકિતા લોખંડેના સગા સંબંધીઓ તેને અભિનંદન પાઠવતા દેખાઇ રહ્યાં છે.
તસવીરોમાં અંકિતા લોખંડે બૉયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે દેખાઇ રહી છે, અને તેની મહેંદીની ડિઝાઇન પણ સેમ છે. બન્નેના માથા પર તિલક લગાવેલુ છે, બન્ને ટ્રેડિશનલ લૂકમાં દેખાઇ રહ્યાં છે. આના પરથી માની શકાય કે આ લગ્નની વિધિ હોઇ શકે છે.
તસવીરોમાં જોઇ શકાય છે કે એક્ટ્રેસ અંકિતા લોખંડેના ચહેરા પર ખુશીનો ભાવ છે, એક્ટ્રેસ પોતાની જિંદગીની નવી શરૂઆત કરવા જઇ રહી છે.
અંકિતા લોખંડેની આ તસવીરોને જોયા બાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ મહેંદી અંકિતા લોખંડેએ એમ જ હાથમાં નથી લગાવી પરંતુ આ મહેંદી તેના બૉયફ્રેન્ડ વિક્કી જૈનના નામની છે, અને બહુ જલ્દી બન્ને લગ્ન કરીને એકબીજના થવા જઇ રહ્યાં છે. બહુ જલ્દી લગ્નગ્રંથીથી જોડાશે.
નવી દિલ્હીઃ દિવંગત સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ ગણાતી ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેની લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસના હાથોમાં મહેંદી લાગેલી દેખાઇ રહી છે, અને સાથે આનંદમાં પણ દેખાઇ રહી છે.