હાર્દિક પંડ્યાએ પુત્ર અગસ્ત્ય સાથે પુલમાં નહાવા પડ્યો, બન્નેની મસ્તી કરતી તસવીરો વાયરલ
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અવારનવાર પત્ની નતાશા સાથેની તસવીરોનો કારણે ચર્ચામાં આવે છે. નતાશા પણ પોતાના બાળક અગસ્ત્યની તસવીરો શેર કરતી રહે છે. અગાઉ હાર્દિક અને નતાશાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પણ શેર કરી હતી.
નતાશાએ પણ આ એક તસવીર શેર કરી છે, જેમાં તે હાર્દિક પંડ્યા અને અગસ્ત્ય સાથે દેખાઇ રહી છે. બન્નેનો અંદાજ એકદમ કુલ છે. તેને લખ્યું-અમારા દીકરાનો પુલમાં પહેલો દિવસ છે.
હાર્દિકે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી આ તસવીરો શેર કરી છે, જેમાં તે નાના દીકરા અગસ્ત્ય સાથે પુલમાં મસ્તી કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની રમતના કારણે ચર્ચામાં તો છે જ, પરંતુ હવે તે ફેમિલી પૉસ્ટના કારણે પણ ચર્ચામાં આવ્યો છે, હાર્દિક અવારનવાર પોતાની પત્ની નતાશા અને અગસ્ત્ય સાથેની તસવીરો શેર કરતો રહે છે. હાર્દિકે તાજેતરમાં તસવીરો શેર કરી છે જેમાં બન્ને પુલમાં મસ્તી કરતાં દેખાઇ રહ્યાં છે.