ઓસ્ટ્રેલિયાથી આવ્યા બાદ હાર્દિક પત્ની નતાશાને લઇને નીકળ્યો ડિનર ડેટ કરવા, બન્નેની શાનદાર તસવીરો વાયરલ
હાર્દિકે પોતાની દીકરા સાથે હસતી તસવીર શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. લોકો હાર્દિક પંડ્યાને શુભેચ્છાઓ પણ આપી રહ્યાં છે.
હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા બાદ પોતાની ફેમિલી સાથેની કેટલીય તસવીરો શેર કરી છે. હાર્દિક પંડ્યા વધુ સમય પોતાના દીકરા સાથે વિતાવી રહ્યો છે.
વળી, હાર્દિક પંડ્યાએ પણ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ડિનરની તસવીર શેર કરી છે.
સોશ્યલ મીડિયા એક્ટિવ રહેનારી એક્ટ્રેસ અને હાર્દિક પંડ્યા પંડ્યાની પત્ની નતાશા સ્ટાકોવિકે કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરમાં કેપ્શન લખ્યું છે- માય ડિનર ડેટ....
નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત આવી ગયો છે, વનડે અને ટી20માં રમ્યા બાદ તે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા પાછો ભારત આવી ગયો છે. હાલ તે પોતાનો પુરેપુર સમય પોતાના દીકરા અને પત્ની નતાશા સ્ટાનકોવિકે આપી રહ્યો છે.