Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
કયા એક્ટરે ફિલ્મ બનાવવાનુ કહીને પ્રૉડ્યૂસર પાસેથી દોઢ કરોડ ખંખેરી લીધા, પછી શું થયુ, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ બૉલીવુડમાં વધુ એક અભિનેતા પર છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે અભિનેતા અને લેખક જીશાન કાદરી વિરુદ્ધ છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધી છે. આ કેસ એક પ્રૉડ્યૂસરની ફરિયાદ પર નોંધવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)
જીશાન કાદરે પૉપ્યૂલર ફિલ્મ ગેન્ગ ઓફ વાસેપુરમાં એક ખાસ રૉલ કર્યો હતો, અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં એક્ટર ડેફિનેટના રૉલમાં દેખાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)
જાણકારી અનુસાર જીશાન કાદરીના સાથે એક મહિલા સહકર્મી પર પણ આરોપ લાગ્યો છે. હાલ એફઆઇઆરમાં માત્ર જીશાન કાદરીનુ નામ છે. આ મામલે જીશાન કાદરી તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા સામે આવી શકી નથી. જીશાન કાદરી તાજેતરમાં જ બિચ્છુ કા ખેલ નામની વેબ સીરીઝમાં દેખાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)
જીશાન કાદરી વિરુદ્ધ મુંબઇના અંબોલી પોલીસ સ્ટેશનમાં કલમ 420 અંતર્ગત છેતરપિંડીનો કેસ નોંધાવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફ્રાઇડે ટૂ ફ્રાઇડે એન્ટરટેઇન્ટમેન્ટ નામની એક કંપની ચલાવે છે. આ કંપની પર 1.5 કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
પ્રૉડ્યૂસરે આરોપ લગાવ્યો છે કે જીશાન કાદરીએ વેબ સીરીઝ માટે 1.5 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ ત્યારબાદ કોઇ વેબ સીરીઝ ના બનાવીને છેતરપિંડી કરી છે. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -