ભારતી આ કંપનીએ બનાવી સિંગલ ચાર્જમાં 500 કિમી ચાલી શકે એવી ઇલેક્ટ્રિક કાર, કઇ છે કાર ને ક્યારે થશે લૉન્ચ, જાણો વિગતે
ઇલેક્ટ્રિક કારમાં પ્રવેગ ઉપરાંત સિંગલ ચાર્જથી વૉક્સવેગન 500 કિમી, ટેસ્લા મૉડલ 3 507 કિમી આપવાનો દાવો કરી રહ્યું છે. ખાસ વાત છે કે ભારતીય માર્કેટમાં ઇલેક્ટ્રિક કારોમાં મેક્સિમમ રેન્જ હ્યૂન્ડાઇ કોના 542 કિમી અને એમજી ઝેડએસ 340 કિમીની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આ કારના દર વર્ષે 250 યૂનિટ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે, આનુ શરૂઆતી વેચાણ દિલ્હી, બેંગ્લુરુ, મુંબઇ, ચેન્નાઇ અને હૈદરાબાદમાં શરૂ થશે.
પ્રવેગ ડાયનામિક્સની ઇલેક્ટ્રિક કાર MK1માં 96 kWhની બેટરી લગાવેલી છે. જે 150 kW એટલે કે 200 hp સુધીનો મેક્સિમમ પાવર અને 2400 એનએમનો ટૉર્ક જનરેટ કરી શકે છે. કંપની આ કારમાં ફાઇવ સ્ટાર સેફ્ટીનો દાવો કરે છે.
MK1 પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 50 કિમી ચાલી શકે છે. સાથે આની ટૉપ સ્પીડ 196 કિમી પ્રતિકલાકની રહેશે. સાથે પ્રવેગ ડાયનામિક્સે દાવો કર્યો છે કે આ કાર માત્ર 5.4 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. સાથે આ ઇલેક્ટ્રિક કાર Mercedes S-Class અને Tesla કારોને પણ ટક્કર આપશે.
કંપનીનુ કહેવુ છે કે આ MK1 પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર એક વારના ચાર્જથી 500 કિલોમીટર સુધી ચાલી શકશે, અને આ કાર પુરેપુરી મેડ ઇન્ડિયા છે.
કંપનીના દાવા પ્રમાણે, આ કારનુ નામ MK1 પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર છે. કંપનીએ આ કારમાં કેટલાક ખાસ અને શાનદાર ફિચર્સ આપ્યા છે,
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વ્હિકલ બિઝનેસમાં અમેરિકન કંપની ટેસ્લાને ટક્કર આપવા એક ભારતીય કંપનીએ તૈયારી કરી લીધી છે. બેંગ્લુરુ બેઝ્ડ પ્રવેગ ડાયનામિક્સે દાવો કર્યો છે કે તેને પોતાની ઇલેક્ટ્રિક વ્હીકલ (કાર)ને તૈયાર કરી લીધી છે, અને આગામી વર્ષે તેને લૉન્ચ કરી દેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -