ભારતીય ટીમ માટે ખરાબ સમાચારઃ ફિટ હોવા છતાં જાડેજા છેલ્લી બે ટી-20 કેમ નહીં રમી શકે? જાણો ICCનો આશ્ચર્યજનક નિયમ
ઉલ્લેખનીય છે કે માથાનાના ભાગમાં જાડેજાને ઇજા થવાના કારણે હવે તે આગળની બે ટી20 મેચો નહીં રમી શકે. ફિજીયો અનુસાર જાડેજા ફિટ છે, પરંતુ મેદાનમાં ઉતરવા માટે સમય લાગશે.(ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયમની શું છે શરતઃ- કન્ક્શન સબસ્ટિટયૂટની શરત એ છે કે બેસ્ટમેનના સ્થાને બેટ્સમેન તથા બોલરના સ્થાને બોલરને જ મેદાનમાં ઉતારવો પડે છે. ભારતીય ટીમે વન-ડેમાં પ્રથમ વખત કન્ક્શન ખેલાડીના નિયમનો ઉપયોગ કર્યો છે.(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 એક મુદ્દાને લઇને વિવાદોમાં આવી ગઇ છે. બન્યુ એવુ કે પ્રથમ બેટિંગ દરમિયાન જાડેજા બેટિંગ કરવા ઉતર્યો હતો, પરંતુ જ્યારે ફિલ્ડિંગ આવી ત્યારે જાડેજાની જગ્યાએ મેદાનમાં યુજવેન્દ્ર ચહલ દેખાયો હતો. આ બધુ એક કન્કશન સબ્સિટ્યૂટના નિયમ હેઠળ થતુ હતું, જોકે વાત એક વિવાદમાં પરિવર્તિત થઇ ગઇ હતી. (ફાઇલ તસવીર)
ખરેખરમાં, ભારતીય ટીમની બેટિંગ વખતે છેલ્લી ઓવરમાં સ્ટાર્કનો એક બૉલ રમવા જતા જાડેજાને માથાના ભાગમાં ઇજા પહોંચી હતી. આ ઇજાના કારણે ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટે ફિલ્ડિંગ દરમિયાન કન્કશન સબ્સિટ્યૂટ તરીકે યુજવેન્દ્ર ચહલને મેદાનમાં ઉતાર્યો. જોકે આની મંજૂરી મેચ રેફરી ડેવિડ બૂને આઇસીસી કૉડ ઓફ કન્ડક્ટ નિયમ હેઠળ આપી દીધી હતી. પરંત ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને કૉચ લેન્ગરે આ વાતને લઇને વિરોધ નોંધાવ્યો હતો.(ફાઇલ તસવીર)
નિયમ પ્રમાણે, કન્ક્શન સબસ્ટિટયૂટ પ્લેયર તરીકે મેદાનમાં ઊતરેલા ખેલાડીને બોલિંગ, બેટિંગ, વિકેટકીપિંગ તથા ફિલ્ડિંગની તમામ મંજૂરી હોય છે. (ફાઇલ તસવીર)
આઇસીસી કન્ક્શન નિયમ શું કહે છેઃ- આઇસીસીએ લગભગ એક વર્ષ પહેલાં કન્ક્શન નિયમને માન્યતા આપી હતી. આ નિયમ મુજબ જો કોઇ ખેલાડીને માથામાં બૉલ વાગે છે, તો તેના સ્થાને અન્ય કોઇ ખેલાડીને મેદાનમાં ઉતારી શકાય છે. (ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -