✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રીઝર્વ બેંકે સામાન્ય લોકોને આપી મોટી રાહત, જાણો હવે કઇ સેવા રહેશે 24 કલાક ચાલુ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2020 03:59 PM (IST)
1

આરટીજીએસ ડિજીટલ ફન્ડ ટ્રાન્સફર કરવાની એક રીત છે. આનાથી ઓછા સમયમાં પૈસા ટ્રાન્સફર થઇ જાય છે, આનો ઉપયોગ મોટી રકમના ટ્રાન્સફર માટે થાય છે. આ અંતર્ગત ન્યૂનત્તમ બે લાખ રૂપિયા મોકલી શકાય છે, અને મેક્સિમમ 10 લાખ રૂપિયાની સીમા છે. પ્રતિકાત્મક તસવીર

2

RTGSની શરૂઆત 26 માર્ચ 2004ના દિવસે થઇ હતી. તે સમયે માત્ર 4 બેન્ક જ આ સેવા સાથે જોડાયેલી હતી. પરંતુ હવે દેશમાં લગભગ 237 બેન્ક આ સિસ્ટમના માધ્યમથી 4.17 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ પ્રતિદિન કરે છે. પ્રતિકાત્મક તસવીર

3

આરબીઆઇએ આરટીજીએસ દ્વારા 2 લાખથી 5 લાખ સુધીનુ ફન્ડ ટ્રાન્સફર કરવા વધુમાં વધુ શુલ્ક 24.5 રૂપિયા રાખ્યુ છે, અને 5 લાખથી વધુના ફન્ડ ટ્રાન્સફર માટે બેન્ક વધુમાં વધુ 49.5 રૂપિયા શુલ્ક લઇ શકે છે. આના પર જીએસટી પણ આપવો પડે છે. જોકે, દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇની વાત કરીએ તો તે આરટીજીએસ દ્વારા કોઇ શુલ્ક નથી લેતી. પ્રતિકાત્મક તસવીર

4

RBIના ગવર્નર શક્તિકાંત દાસનુ કહેવુ છે કે કોરોના કાલમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં ખુબ તેજી આવી છે. આ પછી આરબીઆઇએ નિર્ણય લીધો છે. આરબીઆઇ ભારતીય નાણાંકીય બજારને ગ્લૉબલ ઇન્ટ્રીગ્રેશનની કોશિશોને સહારો આપવા માટે આરટીજીએસની ટાઇમિંગ વધારવાનો ફેંસલો કર્યો હતો. પ્રતિકાત્મક તસવીર

5

આ પહેલા આરબીઆઇએ NEFTના નિયમોમાં ફેરફાર કર્યો હતો. NEFTની સુવિધા ડિસેમ્બર 2019થી 24 કલાક ઉપલબ્ધ છે. NEFT પણ પેમેન્ટનો એક રસ્તો છે, પરંતુ આનાથી પૈસા ટ્રન્સફર કરવાની પ્રક્રિયા થોડાક સમય બાદ પુરી થાય છે. પ્રતિકાત્મક તસવીર

6

નવી દિલ્હીઃ જો તમે ડિજીટલ લેવડદેવડ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. રિઝર્વ બેન્કે રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ (RTGS)ની સુવિધાને કાલથી 24 કલાક એટલે કે દરેક સમયે ઉપબલ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ સેવા 14 ડિસેમ્બરની રાત્રે 12.30 વાગ્યાથી ગ્રાહકો માટે દરેક સમયે ઉપલબ્ધ રહેશે. આ સુવિધા વિશે વિસ્તારથી જાણો.... પ્રતિકાત્મક તસવીર

7

ભારતીય રિઝર્વ બેન્ક અનુસાર, 14 ડિસેમ્બરથી આરટીજીએસની સુવિધા સાતેય દિવસે 24 કલાક ઉપલબ્ધ રહેશે. આ સાથે તમે ગમે ત્યારે લેવડદેવડ કરી શકશો. આ સાથે ભારત એવા દેશોમાં સામેલ થઇ જશે જ્યાં રાત અને દિવસ કામ થાય છે. પ્રતિકાત્મક તસવીર

  • હોમ
  • ફોટો ગેલેરી
  • બિઝનેસ
  • રીઝર્વ બેંકે સામાન્ય લોકોને આપી મોટી રાહત, જાણો હવે કઇ સેવા રહેશે 24 કલાક ચાલુ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.