સલમાનની હીરોઇન ગણાતી આ હૉટ એક્ટ્રેસને એવુ યાદ આવ્યુ કે ચાલુ ઇવેન્ટમાં સ્ટેજ પર ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી, તસવીરો વાયરલ
2014માં બૉલીવુડમાં હીરોઇન તરીકે ડેબ્યૂ કરતા પહેલા ડેજી શાહ એક બેકગ્રાઉન્ડ ડાન્સર હતી, અને તેની મેન્ટર તથા કોરિયોગ્રાફર શબીના ખાને જાણીતી કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની આસિસ્ટન્ટ હતી. તે સમયે ડેજી શાહ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતી હતી, અને શબીના ગૃપ સાથે જોડાયેલી હતી. બે દાયકા જુની પોતાની વાતને યાદ કરતાં ડેજી શાહ ભાવુક થઇ ગઇ હતી, અને પોતાના આસુઓને ન હતી રોકી શકી. તે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને રડી પડી હતી.
ખાસ વાત છે કે આ કાર્યક્રમમાં જ્યારે ડેજી શાહને મંચ પર બોલાવીને કંઇક કહેવા માટે હાથમાં માઇક આપ્યુ ત્યારે એક્ટ્રેસ અને ડાન્સર ડેજી શાહ ભાવુક થઇ અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી હતી. તે બોલતા બોલતા રડી પડી હતી.
ખરેખરમાં, મુંબઇની એક ફાઇવ સ્ટાર હૉટલમાં ડાન્સને લગતો એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જાણીતી કોરિયોગ્રાફર શબીના ખાને રિયાલિટી ઇન રિયાલિટી નામની જાણીતી પહેલને લૉન્ચ કરવા માટે આ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ ડાન્સ સાથે જોડાયેલી નવી પ્રતિભાને મોકો આપવા માટે યોજ્યો હતો. આમાં ડેજી શાહ એક ખાસ મહેમાન બનીને આવી હતી.
વર્ષ 2014માં સલમાન ખાનની અપૉઝિટ ફિલ્મ જય હોમાં એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરનારી અભિનેત્રી ડેજી શાહ તાજેતરમાં જ એક ઇવેન્ટમાં સામેલ થઇ હતી. આ દરમિયાન તે એકદમ ભાવુક થઇ ગઇ અને સ્ટેજ પર જ રડવા લાગી હતી. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
મુંબઇઃ સલમાનની હીરોઇન તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસ ડેજી શાહની એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી દેખાઇ રહી છે. ડેજીને ફિલ્મોમાં હીરોઇન તરીકે સલમાન ખાને મોકો આપ્યો હતો, આથી ફેન્સ તેને સલમાનની હીરોઇન પણ કહે છે.