નનને બે પાદરી સાથે હતા શારીરિક સંબંધ, રાત્રે પાદરી-નન માણી રહ્યાં હતાં શરીર સુખ ને કોણ જોઈ ગયું ? પછી શું થયું ?
અભયાના રહસ્યમય મોતના 28 વર્ષ પછી સીબીઆઇની ખાસ કોર્ટે હત્યામાં પાદરી અને નને દોષિત ઠેરવ્યા છે. સ્પેશિયલ સીબીઆઇ જજ કે.સનલ કુમારે ચૂકાદો આપતાં કહ્યું કે બંને સામે હત્યાના આરોપો તથાવત રહેશે. કોર્ટે કહ્યું હતું કે કેથોલિક ચર્ચની સિસ્ટરની હત્યા બદલ ફાધર થોમસ કોટ્ટુર અને સિસ્ટર સેફી આઇપીસીની કલમ 302 હેઠળ દોષિત ઠર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોટ્ટાયમની બીસીએમ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થીની અભયા એ વખતે કોન્વેન્ટમાં ભણતી હતી. અભયાની લાશ 27 માર્ચ,1992ના રોજ સેન્ટ પાયસ કોન્વેન્ટના કુવામાંથી મળી હતી. આ કેસમાં સ્થાનિક પોલીસ અને રાજ્ય ક્રાઇમ શાખાએ ઠેરવ્યું હતું કે અભયાએ આત્મહત્યા કરી હતી. ભારે ઉહાપોહ થતાં સીબીઆઇને તપાસ સોંપાઈ પછી સીબીઆઈએ સીબીઆઇએ શોધી કાઢ્યું હતું કે કોટ્ટુર અને પુથુરાકલ્લીના સેફી સાથે અનૈતિક શારીરિક સબંધ હતા. અભયા ત્રણેને શારીરિક સુખ માણતાં જોઇ જતાં ત્રણે ભેગા નથી કુહાડી મારી તેની હત્યા કરી દીધી હતી. 2008માં આરોપીની ધરપકડ કરાઇ હતી અને એક વર્ષ પછી કેરળ હાઇકોર્ટે તેમને જામીન પર છોડયા હતા.
ફાધર કોટ્ટુરે અભયાને જોઈ લીધી હતી. અભયા પોતાનો ભાંડો ફોડી દેશે એ ડરે સિસ્ટર સેફી, ફાધર પુથુરાકલ્લી અને ફાધર કોટ્ટુરે અભયાની કુહાડીથી હત્યા કરી દીધી હતી. આ કેસમાં કોર્ટે ફાધર થોમસ કોટ્ટુર અને સિસ્ટર સેફીને દોષિત ઠેરવીને તેમને હત્યાના કેસમા દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં સિસ્ટર સેફી સાથે સંબંધો ધરાવતા ત્રીજા આરોપી ફાધર પુથુરાકલ્લીને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા છે.
થિરૂવનંતપુરમઃ કેરળના કોટ્ટાયમના સેન્ટ પાયસ કોન્વેન્ટના બે પાદરી ફાધર થોમસ કોટ્ટુર અને ફાધર જોસેલ પુથીરાકલ્લીને ચર્ચમાં નન સિસ્ટર સેફી સાથે શારિરિક સંબંધો બંધાયા હતા. કોન્વેન્ટમાં ભણતી અને ચર્ચમાં સેવા આપતી 21 વર્ષની સિસ્ટર અભયા એક રાત્રે ફાધર થોમસ કોટ્ટુર અને પુથુરાકલ્લીને સિસ્ટર સેફી સાથે પાસેના રૂમમાં શરીર સુખ માણતાં જોઈ ગઈ હતી.
હાલ જામીન પર મુક્ત બંને આરોપીને કોવિડ-19ની તપાસ કર્યા પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ફાધર કોટ્ટુરને પુજાપુરા સેન્ટ્રલ જેલમાં જ્યારે સિસ્ટર સેફીને અટ્ટાકુલાંગરાની મહિલા જેલમાં લઇ જવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -