શોધખોળ કરો

Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ

વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસ્સીએ ભારત પ્રવાસ દરમિયાન વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. મેસ્સીએ અગાઉ કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીની મુલાકાત લીધી હતી.

ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત

1/5
વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસ્સીએ ભારત પ્રવાસ દરમિયાન વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. વનતારા એ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર છે. મેસ્સીએ અગાઉ કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીની મુલાકાત લીધી હતી. વનતારામાં રમતગમત, કરુણા, પરંપરા અને પ્રકૃતિનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું.

2/5
ભારતીય પરંપરાઓ અનુસાર મેસ્સીનું સ્વાગત કરવામાં આવ્યું. સનાતન ધર્મ પરંપરાને ધ્યાનમાં રાખીને, જે પ્રકૃતિ અને તમામ જીવંત પ્રાણીઓ માટે આદર રાખે છે, મેસ્સીએ મંદિરમાં પ્રાર્થના કરી અને આશીર્વાદ માંગ્યા હતા. તેમણે અંબે માતા , ભગવાન ગણેશજી, હનુમાનજીની પૂજા કરી અને શિવ અભિષેકમાં ભાગ લીધો હતો અને વિશ્વ શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી હતી. આ અવસર પર મેસ્સી સાથે  તેમના ઇન્ટર મિયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હાજર હતા. ત્રણેય ખેલાડીઓનું સ્વાગત પરંપરાગત લોક સંગીત, ફૂલોની વર્ષા અને ભવ્ય આરતી સાથે  કરવામાં આવ્યું. આ ઉષ્માભર્યા સ્વાગતથી મેસ્સી ખૂબ જ પ્રભાવિત થયા. ત્યારબાદ મેસ્સીએ વનતારાના વિશાળ સંરક્ષણ સંકુલની મુલાકાત લીધી.

3/5
તેમણે બિગ કેટ કેર સેન્ટરમાં સિંહ, દીપડા અને વાઘને નજીકથી જોયા, જ્યાં આ પ્રાણીઓની કુદરતી વાતાવરણમાં સંભાળ રાખવામાં આવે છે. તેમણે હર્બીવોર કેર સેન્ટર, રેપ્ટાઇલ કેર સેન્ટર અને મલ્ટી-સ્પેશિયાલિટી વાઇલ્ડલાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર અદ્યતન તબીબી સુવિધાઓ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કરવામાં આવે છે. ત્યારબાદ તેમણે ઓકાપી, ગેંડા, જિરાફ અને હાથીઓને ખવડાવ્યું હતું.

4/5
અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સિંહના બચ્ચાને
અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સિંહના બચ્ચાને "લિયોનેલ" નામ આપ્યું, જે મેસ્સીના સન્માનમાં ભાવનાત્મક અને પ્રતિકાત્મક ક્ષણ હતી. મુલાકાતની સૌથી ખાસ ક્ષણ એ હતી જ્યારે મેસ્સી એલિફન્ટ કેર સેન્ટરમાં બચાવેલા હાથી, "મનિકલાલ" સાથે ફૂટબોલ રમ્યો હતો. આ દ્રશ્ય દર્શાવે છે કે રમતગમતની ભાષા સરહદો પાર કરે છે. આ ક્ષણે હાજર દરેકના દિલ જીતી લીધા.
5/5
પોતાનો અનુભવ શેર કરતા મેસ્સીએ કહ્યું કે વનતારા ખાતે પ્રાણીઓ માટે કરવામાં આવી રહેલ કાર્ય સુંદર અને પ્રેરણાદાયક છે. તેમણે ફરીથી આવીને આ મિશનને ટેકો આપવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. મેસ્સીએ સ્પેનિશમાં જવાબ આપ્યો હતો કે ,
પોતાનો અનુભવ શેર કરતા મેસ્સીએ કહ્યું કે વનતારા ખાતે પ્રાણીઓ માટે કરવામાં આવી રહેલ કાર્ય સુંદર અને પ્રેરણાદાયક છે. તેમણે ફરીથી આવીને આ મિશનને ટેકો આપવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. મેસ્સીએ સ્પેનિશમાં જવાબ આપ્યો હતો કે , "વનતારા જે કાર્ય કરી રહ્યું છે તે ખરેખર સુંદર છે. તેઓ પ્રાણીઓ માટે જે કાર્ય કરે છે, તેમને જે સંભાળ મળે છે, તેમને જે રીતે બચાવવામાં આવે છે અને સંભાળ રાખવામાં આવે છે તે ખરેખર પ્રભાવશાળી છે. અમારો સમય ખૂબ જ સારો રહ્યો... આ એક એવો અનુભવ છે જેને અમે હંમેશા યાદ રાખીશું. આ અર્થપૂર્ણ કાર્યને પ્રેરણા આપવા અને ટેકો આપવા માટે અમે ચોક્કસપણે ફરીથી આવીશું."

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!

હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન

IND vs PAK મહિલા એશિયા કપ: પાકિસ્તાને જીત્યો ટોસ, જુઓ બંને દેશોની પ્લેઇંગ 11

'વૈભવ ખૂબ સ્માર્ટ છે...' દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલાં ઇશાન કિશને કેમ કરી આટલી પ્રશંસા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન

અમદાવાદમાં ફરી બોમ્બની  ધમકીથી દોડધામ,  અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ

Embed widget