શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાની શાનદાર ઉજવણી, કોચથી લઈને દિગ્ગજ ખેલાડીઓએ ઉઠાવી વર્લ્ડકપ ટ્રોફી, વિક્ટ્રી પરેડની તસવીરો વાયરલ
Team India Celebration After Women's World Cup Win: ભારતીય મહિલા ટીમે પહેલીવાર વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. ટ્રોફી જીત્યા બાદ ભારતની મહિલાઓએ ખાસ રીતે વિજયની ઉજવણી કરી હતી.
ભારતીય મહિલા ટીમ
1/10

Team India Celebration After Women's World Cup Win: ભારતીય મહિલા ટીમે પહેલીવાર વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. ટ્રોફી જીત્યા બાદ ભારતની મહિલાઓએ ખાસ રીતે વિજયની ઉજવણી કરી હતી.
2/10

ટીમ ઈન્ડિયાએ મહિલા વર્લ્ડ કપ 2025 ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું અને વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું હતું.
3/10

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મેદાનમાં સેલિબ્રેશન કર્યું હતું અને વર્લ્ડ કપ જીત્યા બાદ વિક્ટ્રી પરેડ કરી હતી
4/10

નવી મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારતીય ટીમ મેદાનમાં ફરતી થઈ અને ટીમને ટેકો આપવા આવેલા ચાહકોનો આભાર માન્યો હતો.
5/10

ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટીમ ઈન્ડિયાની અનુભવી ખેલાડીઓને ટ્રોફી સોંપી, જેમણે એક સમયે ભારત માટે વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન જોયું હતું.
6/10

હરમનપ્રીત કૌરે ભારતની સૌથી પ્રખ્યાત ક્રિકેટર ઝૂલન ગોસ્વામીને પણ વર્લ્ડ કપ ટ્રોફી સોંપી હતી. ઝૂલન ગોસ્વામી ટ્રોફી પ્રાપ્ત કરતી વખતે ભાવુક થઈ ગઈ અને હરમનને ગળે લગાવી હતી.
7/10

વર્લ્ડ કપ ટ્રોફી લઈને ટીમ ઈન્ડિયા, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મિતાલી રાજ પાસે પહોંચી હતી. ટીમે મિતાલી રાજને ટ્રોફી સોંપી હતી. મિતાલીએ ટ્રોફી પકડીને ઉજવણી કરી હતી.
8/10

ટીમ ઈન્ડિયાના કોચ અમોલ મઝૂમદારે ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફાઇનલ જીત્યા બાદ હરમનપ્રીત કૌરે કોચના પગ સ્પર્શ કરીને તેમને વર્લ્ડ કપ ટ્રોફી સોંપી હતી.
9/10

કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સાથે મળીને ભારતની જીતની ઉજવણી કરી. તેઓએ ભારતીય ધ્વજ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.
10/10

વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા ભારતની ઓપનિંગ બેટ્સમેન પ્રતિકા રાવલ ઘાયલ થઈ ગઈ હતી. પ્રતિકાએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું. પ્રતિકા પણ તેની વ્હીલચેર પરથી ઉભી થઈને ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરવા માટે નાચતી જોવા મળી.
Published at : 03 Nov 2025 11:04 AM (IST)
આગળ જુઓ
Advertisement





















