શોધખોળ કરો
IPL મેચની પ્રથમ ઓવરમાં ઝડપી સૌથી વધુ વિકેટ, ઝહીર ખાનથી આગળ નીકળ્યો દીપક ચહર
DC vs MI: દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો બોલર દીપક ચહર દિગ્ગજોની એક ખાસ યાદીમાં જોડાયો છે. IPL 2025માં દીપક ચહરે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પોતાના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી.
આઇપીએલ 2025
1/7

DC vs MI: દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો બોલર દીપક ચહર દિગ્ગજોની એક ખાસ યાદીમાં જોડાયો છે. IPL 2025માં દીપક ચહરે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પોતાના પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. તેણે પહેલા જ બોલ પર જેક ફ્રેઝર મેકગર્કને આઉટ કર્યો હતો. પોતાની ઓવરના પ્રથમ બોલ પર બોલરોએ IPL મેચોમાં ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં વિકેટ લીધી છે.
2/7

ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બોલર ટ્રેન્ટ બોલ્ટે આઈપીએલ મેચની પહેલી ઓવરમાં 31 વિકેટ લીધી છે. તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 126 વિકેટ લીધી છે.
3/7

ભૂવનેશ્વર કુમારે પહેલી ઓવરમાં જ 27 વિકેટ ઝડપી છે. ભૂવનેશ્વર IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમી રહ્યો છે અને તેણે પોતાની આખી કારકિર્દીમાં 187 વિકેટ લીધી છે.
4/7

સ્વિંગ કિંગ પ્રવીણ કુમારે IPL મેચની એક ઇનિંગની પહેલી ઓવરમાં 15 વિકેટ લીધી હતી. પ્રવીણ કુમારે 2017 પછી કોઈ IPL મેચ રમી નથી.
5/7

દીપક ચહરે પોતાની આઇપીએલ કરિયરમાં પહેલી ઓવરમાં જ 14 વિકેટ ઝડપી છે. ચહરે આઇપીએલમાં 82 વિકેટ લીધી છે અને આ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે.
6/7

સંદીપ શર્માએ પહેલી ઓવરમાં જ 13 વિકેટ ઝડપી છે. IPL 2025 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા સંદીપે પોતાની કારકિર્દીમાં 142 વિકેટ લીધી છે.
7/7

અનુભવી બોલર ઝહીર ખાને પહેલી ઓવરમાં જ 12 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તેણે 2017માં ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
Published at : 14 Apr 2025 10:43 AM (IST)
આગળ જુઓ
Advertisement





















