Team India ના આ ગુજરાતી ક્રિકેટરે કર્યા લગ્ન, કોઈને ખબર પણ ન પડી, Photos
ઉનડકટે 15 માર્ચ, 2020ના રોજ સગાઇ કરી હતી. પરંતુ લગ્નની તારીખ સીક્રેટ રાખી હતી. સગાઇના બે દિવસ પહેલા જ તેણે રણજીમાં સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદ: ટીમ ઈન્ડિયાના ખેલાડી જયદેવ ઉનડકટ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ગત રાત્રે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કર્યા હતા.
જયદેવ ઉનડકટ અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા તરફથી એક ટેસ્ટ, સાત વન ડે અને 10 ટી-20 રમી ચુક્યો છે. 2010માં રમેલી એકમાત્ર ટેસ્ટમાં તે વિકેટ ઝડપી શક્યો નહોતો. જે બાદ ક્યારેય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. જ્યારે વન ડેમાં 8 અને ટી-20માં 14 વિકેટ ઝડપી છે. જ્યારે આઈપીએલની 80 મેચમાં 81 વિકેટ ઝડપી છે.
લગ્ન પહેલા બંનેની હલ્દી સેરેમની યોજાઈ હતી.
લગ્ન માટે બંનેના પરિવારજનો બે દિવસ પહેલાં જ આણંદમાં આવી ગયા હતા. સોમવાર રાત્રે સંગીત સેરેમની યોજાઈ હતી.
કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું હતું.જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓએ સંગીત સેરેમનીના ફોટોઝ શેર કર્યા હતા.
રિસોર્ટમાં વરઘોડો પણ નીકળ્યો હતો. જેમાં પરિવારજનોએ ડાંસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -