જમીન ફાટી, મકાનોની છત અને કાંચ તુટ્યા, તસવીરોમાં જુઓ ભયંકર બ્લાસ્ટે કેવી કરી દીધી છે શિવમોગાની સ્થિતિ
નવી દિલ્હીઃ કર્ણાટકાની રાજધાની બેંગ્લુરુંથી 350 કિલોમીટર દુર શિવમોગામાં ગુરુવારે રાત્રે એક બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આઠ લોકોના મોત થઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધમાકા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા હતા, અને મોડે સુધી વિસ્તારમાં ડરનો માહોલ પેદા થઇ ગયો હતો.
આ બ્લાસ્ટ એટલો બધો જબરદસ્ત અને ભયાનક હતો કે આજુબાજુની ઇમારતોના કાંચ તુટી ગયા હતા. આ ઉપરાંત કેટલાક મકાનોની છતને નુકશાન પહોંચ્યુ હતુ.
રાત્રે થયેલા આ બ્લાસ્ટથી લોકો ભૂકંપ આવ્યો હોવાનુ માની રહ્યાં હતા, પરંતુ બાદમાં ખબર પડી કે આ એક ડાયનામાઇટ બ્લાસ્ટ છે. આ એક ટ્રકનો ધમાકો હતો, જેનાથી ધરતી હલી હતી.
શિવમોગાનો આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આની ભયાનકતા આની તસવીરો જોઇને જાણી શકાય છે. આ દૂર્ઘટનાની તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં કેટલીક ઇમારતોના કાંચ તટી ગયેલા દેખાઇ રહ્યાં છે, તો વળી ક્યાંક જમીન ફાટી છે, રસ્તાંઓ પર તિરાડ દેખાઇ રહી છે. બ્લાસ્ટથી કેટલીક ઇમારતોની છત પણ તુટી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -