✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાન ખાન સાથે બોલિવૂડમાં આ અભિનેત્રીઓએ કર્યું હતું ડેબ્યૂ, તો પણ ન ચમકી કિસ્મત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Feb 2021 08:06 PM (IST)
1

બોલિવૂડમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે કોઈ સુપર સ્ટાર એક્ટર સાથે ફિલ્મમાં ડેબ્યૂ કરતાની સાથે જ તેમની કિસ્મત ચમકી જાય છે અને સ્ટાર બની જાય છે જ્યારે કેટલીક અભિનેત્રીઓને ઘણો સંઘર્ષ કરવો પડે છે. ત્યારે સલમાન ખાન સાથે ડેબ્યૂ કરનારી આ અભિનેત્રીઓની કિસ્મત ચમકી નથી.

2

ઝરીન ખાન - ફિલ્મ ‘વીર’માં સલમાન સાથે ઝરીન ખાને ડબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, જેના માટે તેણે ઝરીન ખાનને ફિમેલ લીડ એક્ટ્રેસ તરીકે પસંદ કરી હતી. સલમાન સાથે ઝરીનની આ પહેલી ફિલ્મ હતી. જોકે આ ફિલ્મ વધારે કમાણી કરી શકી ન હતી, પરંતુ ઝરીન સલમાન ખાન સાથે ડેબ્યૂ કરવામાં ખુબ ખુશ હતી. આ ફિલ્મ પછી પણ ઝરીને ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેની કારકિર્દી એટલી સફળ રહી નથી. આજે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લગભગ ગાયબ થઈ ગઈ છે.

3

સ્નેહા ઉલ્લાલ ‘લકી: નો ટાઈમ ફોર લવ’થી સલમાન સાથે ફિલ્મી કરિયરની શરુઆત કરનારી સ્નેહા ઉલ્લાલ આજે ક્યાં છે તે કોઈને નથી ખબર. આ ફિલ્મ બાદ સ્નેહાની તુલના ઐશ્વર્યા સાથે કરવામાં આવી હતી કારણ કે તે ઐશ્વર્યા સાથે મળતી આવતી હતી પરંતુ તેની કારકીર્દી સફળ રહી નહીં.

4

નગમા - નગમાએ ‘બાગી’ ફિલ્મથી સલમાન ખાન સાથે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ હિટ પણ રહી. સલમાનની ગાડી દોડવા પણ લાગી, પરંતુ નગમા પોતાનો જાદુ ચલાવી શકી નહીં.

5

ડેઝી શાહ - ડેઝી શાહ ફિલ્મ ‘જય હો’થી સલમાન સાથે પોતાના કેરિયરની શરુઆત કરી હતી. પરંતુ ડેઝી શાહને એ સફળતા ન મળી શકી જેનું સપનું ઈન્ડસ્ટ્રીમાં આવનાર તમામ એક્ટ્રેસનું હોય છે. છેલ્લીવાર ડેઝી શાહ 2018માં આવેલી ફિલ્મ રેસ-3માં નજર આવી હતી. જે મલ્ટી સ્ટારર ફિલ્મ હતી. ફિલ્મ દર્શકોને પસંદ આવી નહોતી.

6

ભૂમિકા ચાવલા - ‘તેરે નામ’ ફિલ્મ સલમાન ખાનના કરિયરની ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યારે સલમાનની કારકિર્દી ઉતાર ચઢાવ પર હતી. ત્યારે આ ફિલ્મથી તેને ખૂબ મદદ મળી હતી. ફિલ્મના ચાહકોને સલમાનની કહાની, ગીતો અને તેનો અંદાજ ખૂબ પસંદ આવ્યો હતો. આ ફિલ્મમાં બોલિવૂડનો નવો ચહેરો બનેલી ભૂમિકા ચાવલાએ ફિલ્મમાં પોતાની સાદગીથી બધાને મોહિત કર્યા હતા. પરંતુ બોલિવૂડમાં ભૂમિકા ચાવલાનું કરિયર સ્લો મોશનમાં રહ્યું.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • સમાચાર
  • સલમાન ખાન સાથે બોલિવૂડમાં આ અભિનેત્રીઓએ કર્યું હતું ડેબ્યૂ, તો પણ ન ચમકી કિસ્મત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.