નવા વર્ષ 2021માં આ હીરો-હીરોઇનો કરી લેશે લગ્ન, ઘણા સમયથી એકબીજાને કરી રહ્યાં ડેટ, જુઓ તસવીરો
સુષ્મિતા સેન અને તેનો બૉયફ્રેન્ડ રોહમન શૉલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્ને હંમેશા એકબીજાની સાથે તસવીરો શેર કરતા રહે છે. કહેવાઇ રહ્યું છે કે આ વર્ષ બન્ને લગ્ન કરી લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને ફોટોગ્રાફર રોહન શ્રેષ્ટ બાળપણના મિત્ર છે, અને ઘણાસમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. કેટલાક રિપોર્ટમાં કહેવાયુ છે કે આ બન્ને આ વર્ષે 2021મા લગ્ન કરી લેશે.
ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર છેલ્લા ઘણાસમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બન્ને હંમેશા સાથે જ વેકેશન એન્જૉય કરતા દેખાયા છે. કહેવાઇ રહ્યું છે કે હવે આ વર્ષે બન્ને લગ્ન કરી લેશે.
મલાઇકા અરોડા અને અર્જૂન કપૂરના લગ્નની ચર્ચા વર્ષ 2019થી ચાલી રહી છે, બન્નેએ હજુ સુધી લગ્ન નથી કર્યા. પરંત હવે સંભાવના છે કે આ વર્ષે 2021માં બન્ને લગ્ન કરી લેશે.
બૉલીવુડ એક્ટરેસ ઋચા ચઢ્ઢા અને એક્ટર અલી ફઝલ આ વર્ષે લગ્ન કરવાના હતા, પરંત કોરોના વાયરસ મહામારીના કારણે લાગેલા લૉકડાઉનના કારણે તેમના લગ્ન ના થઇ શક્યા. હવે બન્ને કપલનુ કહેવુ છે કે વર્ષ 2021ની શરૂઆતમાં લગ્ન કરી લેશે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વર્ષ 2020માં લગ્ન કરવાના હતા, રણબીર પોતાના પિતા ઋષિ કપૂરની ભારત આવવાની રાહો જોઇ રહ્યો હતો, પરંતુ ભારત આવ્યાના થોડાક મહિનાઓમાં જ તેમનુ નિધન થઇ ગયુ, જેના કારણે બન્નેના લગ્ન હજુ સુધી નથી થઇ શકી.
વરુણ ધવન અને તેની સ્કૂલની દોસ્ત અને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ બન્ને 2020મા લગ્ન કરવાના હતા, બન્નેએ થાઇલેન્ડ હનીમૂનની ટ્રિપનો પ્લાન પણ બનાવી લીધો હતો. પરંતુ કોરોના વાયરસના કારણે લગ્ન ન હતા કરી શક્યા. હવે આ વર્ષે બન્ને લગ્ન કરી શકે છે.
મુંબઇઃ વર્ષ 2021ની શરૂઆત થઇ ગઈ છે. આ વર્ષે બૉલીવુડના કેટલાક હૉટ કપલ એકબીજાના થઇ શકે એવી સંભાવના છે. જેમને લગ્ને 2020મા કોરોનાના કારણે ન હતા થઇ શક્યા તે હીરો-હીરોઇને આ વર્ષ સાત ફેરા લઇ શકે છે. આમા કેટલાક જાણીતા નામ સામેલ છે. જેમના લગ્નની ઘણાસમયથી ચર્ચા ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -