કોરોનાની વચ્ચે બૉલીવુડના આ 10 પ્રેમી-પંખીડાઓએ ગુપચુપ રીતે કરી લીધા લગ્ન, રોમાન્ટિક તસવીરો થઇ વાયરલ
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ વર્ષ 2020 કોરોના કાળમાં પુરુ થઇ ગયુ, આખુ વર્ષ મોટા કાર્યક્રમો અને લગ્નો સ્થગિત કરી દેવામાં આવ્યા. પરંતુ આ બધાની વચ્ચે ભારતના કેટલાક સેલેબ્સ એવા છે, જેમને આ વર્ષને યાદગાર બનાવી દીધુ, એટલે કે પોતાના જીવનસાથી સાથે સાત ફેરા ફરી લીધા. આવી સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે. ફાઇલ તસવીર
તાજેતરમાં જ બૉલીવુડ સિંગર આદિત્ય નારાયણે એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથે મુંબઇના એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. કોરોનાના કારણે લગ્નમાં માત્ર 50 લોકો જ હાજર રહ્યાં હતા. ફાઇલ તસવીર
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ પૂનમ પાંડેએ સેમ સાથે લગ્ન કરી લીધા હતા, બન્નેની તસવીરો ખુબ વાયરલ થઇ હતી. ફાઇલ તસવીર
સ્ટાર સિંગર નેહા કક્કડ પોતાના બૉયફ્રેન્ડ રોહનપ્રીત સાથે આ વર્ષે 24 ઓક્ટોબર 2020ના દિવસે લગ્નગ્રંથીથી જોડાઇ ગઇ છે. બન્નેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. ફાઇલ તસવીર
આ ઉપરાંત તાજેતરમાં જ કાજલ અગ્રવાલે પણ પોતાના બૉયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે લગ્નના સાત ફેરા લઇ લીધા. બન્નેના લગ્ન એક મુંબઇની હૉટલમાં થયા હતા. લગ્ન બાદ બન્ને હનીમૂનમાં પણ ગયા હતા. ફાઇલ તસવીર
બાહુબલીના ભલ્લાલદેવ એટલે કે એક્ટર રાણા દગ્ગુબાતીએ પોતાની લેડી લવ મિહિકા બજાજ સાથે 8મી ઓગસ્ટ 2020ના રોજ કોરોનાની વચ્ચે લગ્ન કરી લીધા, બન્નેની તસવીર ખુબ વાયરલ થઇ હતી. ફાઇલ તસવીર
આદિત્ય નારાયણના લગ્ન બાદ કોરિયોગ્રાફર અને એક્ટર પુનીત જે પાઠકે પોતાની ગર્લફ્રેન્ડ નિધિ મોની સિંહ સાથે લગ્ન કરી લીધા છે. બન્નેના લગ્નમાં થોડાક મહેમાનોની જ હાજરી હતી. ફાઇલ તસવીર
એક્ટ્રેસ સના ખાને તાજેતરમાં જ પોતાના બૉયફ્રેન્ડ મુફ્તી અનસ સાથે નિકાહ કરી લીધા છે. સોશ્યલ મીડિયા પર બન્નેના લગ્ન અને હનીમૂનની તસવીર ખુબ વાયરલ થઇ હતી. ફાઇલ તસવીર