વર્ષ 2021માં લોન્ચ થશે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ કાર્સ, જાણો કેવા હશે ફીચર્સ
Hyundai Nexo: આવતા વર્ષે ઓક્ટોબરમાં હ્યુન્ડાઈ આ કારને ભારતીય બજારમાં રજૂ કરશે. તેની એક્સ શો રૂમ કિંમત આશરે 5 લાખ રૂપિયા હોઇ શખે છે. 120KW મોટર એન્જિનવાળી આ કાર ઘણી દમદાર હશે. આ કારની ફ્યૂલ ટેંક કેપિસિટી 156.6 લીટર હશે. હેચબેક કારની ડિઝાઇન ઘણી આકર્ષક છે. આ કાર 5 સીટર હશે. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHonda Brio 2020: હોન્ડાની આગામી વર્ષે સસ્તા બજેટની કારના સેગમેંટમાં ઉતરવાની તૈયારી છે. આ કાર આગામી વર્ષે જૂનમાં લોન્ચ થઈ શકે છે. તેની એક્સ શો રૂમ કિંમત 5 લાખ રૂપિયા હોઇ શકે છે. કંપની આ કારનું વર્ઝન ઇન્ડોનેશિયામાં લોન્ચ કરી ચુકી છે. 1.2L i-VTEC પેટ્રોલ એન્જિનથી લેસ આ કારમાં અનેક એડવાંસ સુવિધા છે. કીલેસ એન્ટ્રી, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ડુઅલ એર બેગ અને એલઇડી હેડલેમ્પ તથા ટેલી લાઇટ્સ આ કારના લેટેસ્ટ ફીચર છે.
Tata HBX: ટાટા મોટર્સની આ કાર માર્ચ 2021માં લોન્ચ થશે. તેની એક્સ શો રૂમ કિંમત આશરે 5 લાખ રૂપિયા હશે. 1.2L Revotron પેટ્રોલ એન્જિન તેને દમદાર બનાવે છે. આ કાર ફાઇવ સ્પીડ મેન્યુલ, 5 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે બજારમાં આવશે. કારમાં ઓટોમેટિક ગિયર બોક્સની સાથે 7 ઈંચની ફ્લોટિંગ ટચસક્રીન ઇન્ફોટેનમેંટ સેટઅપ હશે. આ કારની ડિઝાઈન શાનદાર હશે.
Maruti XL 5: મારુતિની આ કાર આગમી વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ થશે. તેની પ્રારંભિક કિંમત 5 લાખ આસપાસ હોઈ શકે છે. 1.2L પેટ્રોલ એન્જિનવાળી આ કાર ફાઇવ સ્પીડ મેન્યુઅલ, ફોર સ્પીડ ઓટોમેટિક સાથે બજારમાં આવશે. આ કારની ડિઝાઇન વેગન આર જેવી હશે. તેમાં પુશ બટન સ્ટાર્ટ, એળઇડી ડીઆરએલ અને ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ જેવા ફીચર્સ હશે.
નવું વર્ષ અનેક આશા લઈને આવે છે. લોકો નવા વર્ષમાં અનેક પ્લાન પણ બનાવે છે. જો તમે 2021માં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો ઓછા બજેટમાં સારી ફીચર્સવાળી કાર મળી રહેશે. આજે અમે તમને 5 લાખથી ઓછી કિંમત ધરાવતી 4 કાર અને તેની ખાસિયત અંગે જણાવીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -