મુંબઈમાં મધરાતે પાર્ટી માણતાં કયા કયા સેલિબ્રિટીઝ ઝડપાયા? જાણો વિગત
જાણકારી મુજબ દરોડા વખતે ગુરુ રંધાવા, સુઝૈન ખાન પણ હાજર હતા. પોલીસે કુલ 34 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જાણકારી આપતાં કહ્યું, આ પાર્ટીમાં 19 લોકો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા
એક તરફ સમગ્ર દેશ કોરના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે મુંબઈ પોલીસે અંધેરીની ડ્રેગન ફ્લાઇ ક્લબમાં દરોડો પોડીને અનેક હાઇ પ્રોફાઇલ સેલિબ્રિટીઝને ઝપેટમાં લીધા હતા. ગત મોડી રાતે પાડવામાં આવેલા દરોડમાં અનેક કલાકારો અને ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર કોરોના વાયરસના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. પોલીસે રેઇડ પાડી ત્યારે અનેક સેલિબ્રિટીઝ પાછલા દરવાજેથી ભાગી ગયા હતા.
પાર્ટીમાં રેપર બાદશાહ પણ હાજર હતો. ડ્રેગન ફ્લાઇ ક્લબ મુંબઈના એરપોર્ટ પાસે આવેલ ફાઈવસ્ટાર હોટલ મેરિએટમાં છે. આ માયાનગરીમાં પોશ ક્લબમાં સામેલ છે. મુંબઈ પોલીસે તમામ પર કલમ 188 અને મહામારી એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ આ પાર્ટીમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના પણ હાજર હતો. તેની સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. સુરેશ રૈના પાછલા દરવાજેથી નાસી છૂટ્યો હતો.