દુનિયાભરમાં આ વર્ષે આ પાંચ 5G સ્માર્ટફોને મચાવી ધૂમ, કયો ફોન સૌથી વધુ વેચાયો, જુઓ લિસ્ટ.......
Oppo A72 5G- 1899 યુઆન (20,220 રૂપિયા)ની કિંમત વાળો Oppo A72 5G સ્માર્ટફોન પણ ઓક્ટોબરમાં જબરદસ્ત વેચાયો. આ ફોન Mali-G75 GPUની સાથે ઓક્ટાકૉર મીડિયાટેક ડાઇમેન્સિટી 720 SoC પર કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHuawei Nova 7 5G- આ લિસ્ટમાં Huawei Nova 7 5Gનુ નામ પણ સામેલ છે. આ ફોન પણ યૂઝર્સને ખુબ પસંદ આવ્યો છે. ફોન એપ્રિલ 2020માં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, ફોનમાં કંપનીએ ખુદનુ પ્રૉસેસર Kirin 985 યૂઝ કર્યુ છે.
Samsung Galaxy Note 20 Ultra 5G- સેમસંગનો Galaxy Note 20 Ultra 5G દુનિયાનો સૌથી વધુ વેચાનારો એન્ડ્રોઇડ ફોન બનીને સામે આવ્યો છે. 5G સ્માર્ટફોનના કુલ માર્કેટના ચાર ટકા શેર આ ફોનનો રહ્યો. ઓક્ટોબર મહિનામાં આ ફોન દુનિયાભરમાં ખુબ ખરીદવામાં આવ્યો.
iPhone 12 Pro- વળી ઓક્ટોબરમાં iPhone 12 Pro બીજો સૌથી વધુ વેચાનારો 5G સ્માર્ટફોન રહ્યો. આઇફોન 12 અને 12 Proએ સ્માર્ટફોનના કુલ માર્કેટમાં એક ચતુર્થાંસ ભાગ પર પોતાનો કબજો જમાવી રાખ્યો.
iPhone 12- તાજા રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ઓક્ટોબરમાં 5G સ્માર્ટફોનના કુલ માર્કેટના 16 ટકા પર iPhone 12નો કબજો રહ્યો, આ મહિને iPhone 12 સૌથી વધુ વેચાનારો 5G સ્માર્ટફોન બની ગયો છે. આઇફોન 12 સીરીઝ અંતર્ગત કંપનીએ ચાર મૉડલ લૉન્ચ કર્યા છે.
નવી દિલ્હીઃ દુનિયા 5G ટેકનોલૉજી તરફ ઝડપથી વધી રહી છે. આ વર્ષ દેશ અને દુનિયામાં કેટલાય સારા 5G સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યા છે. એપલે પણ પોતાના લેટેસ્ટ આઇફોન 12ને 5G ટેકનોલૉજી સાથે માર્કેટમાં ઉતારી દીધો છે. આ ઉપરાંત સેમસંગ, હ્યૂવાને, ઓપ્પો સહિતની બ્રાન્ડે પણ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન 5G ટેકનોલૉજી સાથે લૉન્ચ કર્યા છે. અહીં અમે તમને આ વર્ષે માર્કેટમાં ધૂમ મચાવનારા 5G સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -