ત્રીજી ટેસ્ટનું સ્થળ બદલાતાં ભારત માટે જીતવાના ગોલ્ડન ચાન્સ, ઓસ્ટ્રેલિયામાં જીતેલી 9માંથી 4 ટેસ્ટ ભારત આ મેદાન પર જીત્યું છે
રિપોર્ટ છે કે સિડની ટેસ્ટમાં સ્ટાર ઓપનર રોહિત શર્મા પણ ટીમ સાથે જોડાઇ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)ના સુત્રોએ સોમવારે જણાવ્યું હતું કે રોહિત 30 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયાના બાયો-બબલમાં શિફટ થશે. (ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ છે કે જો કોરોનાનુ સંકટ વધશે તો આવા સંજોગોમાં બ્રિસ્બેન (ક્વીંસલેન્ડ)માં 15 જાન્યુઆરીથી યોજાનારી ચોથી મેચ પર સંકટ આવી શકે છે. (ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં વધતા કોરોના વાયરસના કેર વચ્ચે હવે ત્રીજી ટેસ્ટનુ સ્થળ બદલવામાં આવ્યુ છે. કોરોનાના નવા સ્ટ્રેન કારણે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ સીડનીને બદલે હવે મેલબોર્નમાં રમાય તેવી તેવી શક્યતા છે. કોરોનાને લીધે ન્યૂ સાઉથ વેલ્સ સરકારે બોર્ડર સીલ કરી છે. (ફાઇલ તસવીર)
જો ત્રીજી ટેસ્ટ મેલબોર્નમાં રમાય છે તો ભારત માટે જીતવાના ગોલ્ડન ચાન્સ રહેશે, કેમકે ઓસ્ટ્રેલિયામાં જીતેલી 9માંથી 4 ટેસ્ટ ભારત આ મેદાન પર જ જીત્યું છે. બન્ને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીથી શરૂ થશે. (ફાઇલ તસવીર)
નોંધનીય છે કે પ્રથમ બે ટેસ્ટ પુરી થઇ ચૂકી છે, પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો, જ્યારે બીજી બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતે વળતો પ્રહાર કરીને ઓસ્ટ્રેલિયાને માત આપી હતી, આમ ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1ની બરાબરી પર આવી ગયા છે. (ફાઇલ તસવીર)
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના અધ્યક્ષ સ્ટુઅર્ટ ફોક્સે શનિવારે કહ્યું હતું કે અમે ત્રીજી ટેસ્ટ માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમને અહીં સારું લાગશે. તેમને કહ્યું કે જો મેલબોર્ન જ ત્રીજી ટેસ્ટનું યજમાન બનશે તો અમારી સરકાર તાત્કાલિક પોતાનો પ્લાન સોંપશે. (ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -