મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં સાઉથની આ હોટ એક્ટ્રેસ શું ગોરખધંધા કરી રહી હતી ને પોલીસે ઝડપી લીધી ? જાણો વિગત
આ સિવાય દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, અર્જુન રામપાલની પણ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા અલગ અલગ મામલામાં તપાસ કરવામાં આવી હતી.
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ એનસીબીએ મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસ શરૂ કરી હતી. આ સંદર્ભે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી.
શ્વેતા કુમારી ટોલીવુડ એક્ટ્રેસ છે અને હૈદરાબાદની રહેવાસી છે. તેણીએ તેલુગુ ઉપરાંત કન્નડ ફિલ્મોમાં કામ કર્યુ છે. શ્વેતાએ ચાર તેલુગુ ફિલ્મોમાં સાઇડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. ઘણા સમયથી તે ફિલ્મોથી દૂર હતી.
એનસીસી અધિકારીએ જણાવ્યું કે, સઇદ શેખ નામા ડ્રગ્સ સપ્લાયરની જાણકારી મળી હતી. જે મીરા રોડની ક્રાઉન બિઝનેસમાંથી ડ્રગ્સનો ગોરખધંધો કરતો હતો. ટીમ હોટલના એક રૂમમાં રેડ કરી હતી, જ્યાંથી એકટ્રેસ મળી આવી હતી. તેની પાસેથી એમડી ડ્રગ્સ મળ્યા બાદ ધરપકડ કરાઈ હતી.
મહારાષ્ટ્ર અને ગોવામાં ડ્રગ્સ પેડલિંગ સામે અભિયાનમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શનિવારે 400 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. જે બાદ એનસીબીએ મીરા ભાયંદરમાં આવેલી હોટલ ક્રાઉન બિઝનેસમાં રેડ પાડીને એક્ટ્રેસ શ્વેતા કુમારીને ઝડપી લીધી હતી. 27 વર્ષીય શ્વેતાની હૈદરાબાદથી ઝડપાયેલા ડ્રગ્સ સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.