શાનદાર છે WhatsAppના આ ત્રણ ફિચર્સ, જાણો કઇ રીતે કરી શકાશે યૂઝ
નવી દિલ્હીઃ વૉટ્સએપ દેશ અને દુનિયામાં મોટા પ્રમાણમાં ઉયયોગમાં લેવાનારી એપ બની ચૂકી છે. વૉટ્સેપના દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે. વૉટ્સએપ પોતાના યૂઝર્સના એક્સપીરિયન્સને વધુ બેસ્ટ બનાવવા માટે સમયે સમયે નવા નવા ફિચર લૉન્ચ કરતુ રહે છે, અને કેટલાકમાં અપડેટ આપતુ રહે છે. (પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In App(પ્રતિકાત્મક તસવીર)
Disappearing Messages (ડિસઅપીયરિંગ મેસેજ)- વૉટ્સએપનુ આ ફિચર એકદમ કામનુ છે. જે વ્યક્તિની સાથે તમે સૌથી વધુ ચેટ કરો છો, અને જુની ચેટને ઓટોમેટિક ડિલીટ કરવા ઇચ્છો છો, તેના માટે આ ફિચર એકદમ પરફેક્ટ છે. જે વ્યક્તિની જુની ચેટને તમે ડિસઅપીયર કરવા ઇચ્છો છો, તે વ્યક્તિની ચેટમાં જઇને તમે ડિસઅપીયર મેસેજને ઓન કરી દો. આ ફિચર ઓન કર્યા બાદ 7 દિવસ જુની ચેટ ઓટોમેટિક ડિલીટ થઇ જશે. (પ્રતિકાત્મક તસવીર)
Advanced Search (એડવાન્સ સર્ચ)- ગયા વર્ષે વૉટ્સએપમાં એક કામનુ ફિચર આવ્યુ જેનુ નામ એડવાન્સ સર્ચ છે, આ ફિચરનો ઉપયોગ કરીને યૂઝર ખુબ સમય બચાવી શકે છે. આ ફિચરની મદદથી તમે તસવીરો, ઓડિયો, વીડિયો, ડૉક્યૂમેન્ટ, લિંક સહિતની તમામ વસ્તુઓ આસાનીથી સ્રચ કરી શકો છો. આ માટે તમારે કોઇપણ એક ઓપ્શન પર ટેપ કરવુ પડશે. તમે જ્યારે સર્ચમાં કોઇ ટાઇપ કરશો તો સામે આ વસ્તુઓ આવી જશે. (પ્રતિકાત્મક તસવીર)
QR Code (ક્યૂઆર કૉડ)- વૉટ્સએપમાં થોડાક મહિના પહેલા ક્યૂઆર કૉડ ફિચર યૂઝર્સ માટે રિલીઝ કર્યુ હતુ. આ ફિચરનો ઉપયોગ કરીને તમે કોઇપણ કન્ટેન્ટને પોતાના ફોનમાં એડ કરી શકો છો. આ માટે તમારે તેનો નંબર સેવ કરવાની જરૂરર નથી. જેવુ તમે તમારા વૉટ્સએપથી બીજા વ્યક્તિનો ક્યૂઆર કૉડ સ્કેન કરશો, તેવો જ તેનો નંબર તમારા ફોનમાં આવી જશે. આ પછી તમે તેને સેવ કરી શકો છો. આ ઉપરાંત તમે પણ પોતાનો ક્યૂઆર કૉડ શેર કરી શકો છો. જેવો કોઇ વ્યક્તિ તમારો ક્યૂઆર કૉડ સ્કેન કરશે તમારી કન્ટન્ટ નંબર તેના ફોનમાં સેવ થઇ જશે. આ ફિચર માટે તમારે વૉટ્સએપના સેટિંગમાં જવુ પડશે, ત્યાં તમને આ ઓપ્શન મળી જશે. (પ્રતિકાત્મક તસવીર)
છેલ્લા થોડાક સમયથી વૉટ્સએની પ્રાઇવસી પૉલીસીને લઇને વિવાદ પણ ઉભો થયો છે. જો તમે વૉટ્સએપનો સારી રીતે ઉપયોગ કરવા ઇચ્છતા હોય તો અમે તમને વૉટ્સએપના એવા ત્રણ ફિચર્સ વિશે બતાવી રહ્યાં છીએ. જાણો કયા છે ફિચર્સ ને કઇ રીતે કરી શકાશે યૂઝ....... (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -