✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

50 હજારથી ઓછી કિંમતની આ છે ટોપ 5 બાઇક, આપે છે શાનદાર માઇલેજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Dec 2020 01:07 PM (IST)
1

TVS XL 100: આ બાઇકમાં 99.7ccનું એન્જિન આપવામાં આવ્યું છે. જે 6.5 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની ઓન રોડ કિંમત 39,900થી 48,800 રૂપિયા વચ્ચે છે. ઓછી કિંમતમાં આ બાઇક શાનદાર પસંદગી છે. (તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)

2

TVS Sport: ટીવીએસની આ બાઇકનો અહીંયા ખાસ ઉલ્લેખ કરવામા આયો છે. આ બાઇક 50 હજારથી થોડી વધુ કિંમતે ઉપલબ્ધ છે. તેની પ્રારંભિક કિંમત 52,500 રૂપિયા છે. જો તમારું બજેટ 50 હજારથી થોડું વધુ હોય તો આ બાઇક લઇ શકો છે. ટીવીએસ સ્પોર્ટમાં 109.7 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. જે 8.18 bhpના પાવરથી લેસ છે.

3

Bajaj Platina 100: સસ્તા મેનટેંનેંસ અને વધારે માઇલેજના કારણે આ બાઇક વધારે પસંદ કરવામાં આવે છે. પ્લેટિનામાં 102 cc નું એન્જિન હોય છે. તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. બજાજની આ બાઇકમાં સ્પ્રિંગ સોફ્ટ સીટ્સ, રબર ફૂટપેડ્સ અને ડાયરેક્શનલ ટાયર જેવી ખૂબી છે. આ બાઇકની પ્રારંભિક કિંમત 47,763 રૂપિયા છે.

4

Hero HF Deluxe: હીરો મોટોકોર્પની આ જાણીતી બાઇક લિસ્ટમાં સામેલ છે. એચએફ ડીલક્સમાં 97.2 સીસીનું એન્જિન લાગેલું છે, જે 8 PS પાવર અને 8.05 NM ટોર્ક જનરેટ કરે છે. હીરોની આ બાઇકમાં i3s ટેક્નોલોજી આપવામાં આવી છે. જે પેટ્રોલ બચાવવાની સાથે સારી માઇલેજ આપે છે. આ ઉપરાંત તેમાં ઇન્સ્ટન્ટ પીકઅપ, હાઇ ટેમ્પરેચર કંટ્રોલ અને ઓલ વેધર ઇઝી સ્ટાર્ટ સહિત અનેક ખૂબીથી લેસ છે. તેની પ્રારંભિક કિંમત 47,800 રૂપિયા છે.

5

Bajaj CT 100: 50 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં બજાજની આ બાઇક ખરીદી શકાય છે. તેમાં 102 cc એન્જિન આપવામાં આવ્યું છે. જે 7.9 પાવર અને 8.34 NM ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે. આ બાઇક વધારે માઇલેજ આપવા જાણીતી છે. સીટી 100 બે વેરિયન્ટ- કિક સ્ટાર્ટ અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત ક્રમશઃ 41,293 રૂપિયા અને 48,973 રૂપિયા છે.

6

નવી દિલ્હીઃ કોરોના કાળમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઓફિસ કે કામ અર્થે જતાં લોકો પોતાનું ટૂ વ્હીલર લઈને જવાનુ વધારે પસંદ કરી રહ્યા છે. જે લોકો પાસે પોતાનું બાઇક નથી તેઓ ખરીદવાનું વિચારતા હોય છે. આજે અમે તેમને 50 હજાર રૂપિયાથી ઓછી કિંમતની અને સારી માઇલેજ આપતી બાઇક વિશે જણાવી રહ્યા છીએ.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ઓટો
  • 50 હજારથી ઓછી કિંમતની આ છે ટોપ 5 બાઇક, આપે છે શાનદાર માઇલેજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.