કંઈક આ અંદાજમાં વ્હાઈટ હાઉસથી વિદાય થયા ડોનાલ્ડ ટ્રંપ અને મેલાનિયા, જુઓ તસવીરો
વોશિંગટન: જૉ બાઈડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની ગયા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રંપ બુધવારે બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકાને સુરક્ષિત અને ગૌરવશાળી બનાવી રાખવા માટે નવા પ્રશાસનની શુભકામનાઓ આપતા ટ્રંપે પોતાના વિદાય ભાષણમાં કહ્યું કે, અમેરિકાએ પોતાના વહેંચાયેલા મૂલ્યો માટે એક રહેવું પડશે અને એક લક્ષ્ય માટે સાથે મળીને કામ કરવું પડશે.
ટ્રંપે મેરીલેન્ડમાં જોઈન્ટ બેઝ એન્ડ્યૂઝમાં વિદાય સમારોહની યજમાની કરી હતી. તેના બાદ એર ફોર્સ વન વિમાનથી પામ બીચ પર સ્થિત પોતાના આવાસ માટે રવાના થયા હતા. પોતાના વિદાય ભાષણમાં ટ્રંપે કહ્યું હતું કે, ફરી ક્યાંક મુલાકાત થશે.
ડોનાલ્ડ ટ્રંપે રાષ્ટ્રપતિના હેલીકોપ્ટર ‘મરીન વન’થી વ્હાઈટ હાઉસથી વિદાય લીધી હતી. રિપબ્લિકન પાર્ટીના ટ્ર્ંપને બીજી વખત રાષ્ટ્રપિત ચૂંટણીમાં જીત મળી નથી. આ પહેલા 1992માં જોર્જ એચ ડબ્લ્યૂ બુશને પણ બીજી વખત વ્હાઈટ હાઉસ પહોંચ્યા નહોતા.
છેલ્લી વખત રાષ્ટ્રપતિ તરીકે વિદાય લેતી વખતે ટ્રંપે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે બાઈડેનના રાષ્ટ્રપતિ અને કમલા હેરિસના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહીં છે. ટ્રંપ પહેલા એન્ડ્ર્યૂ જોનસને 1869માં નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -