ભારતની મુશ્કેલીઓ વધી, કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે કઇ મેચ રમવાની ના પાડી, જાણો વિગતે
પ્રેક્ટિસ મેચ બાદ પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી રમવાનો છે, બાદમાં તે ભારત પરત ફરી જવાનો છે, કેમકે કોહલી રજા લઇને પોતાના પ્રથમ બાળકના જન્મને લઇને ટેસ્ટ સીરીઝ છોડવાનો છે. આ માટે બીસીસીઆઇ તરફથી ભારત પરત ફરવાની મંજૂરી મળી ચૂકી છે. (ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ આ અંગે કહ્યું કે હુ સવારે ઉઠ્યા પછી જોઇશ કે હું આ મેચ રમી શકુ છુ કે નહીં, અને મેચ રમવાનુ નક્કી કરીશ. હું મારા ફિજીઓ પાસે જઇશ અને પછી જ નક્કી કરીશ કે રમવુ જઇએ કે ના રમવુ જોઇએ.(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે, વનડે અને ટી20 સીરીઝ પુરી થયા બાદ હવે ટેસ્ટ સીરીઝ રમવાની તૈયારીઓ કરી રહી છે. 17 ડિેસેમ્બરથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરીઝ પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કેમકે વિરાટ કોહલીએ સંકેત આપ્યા છે કે તે ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં રમવા નહીં ઉતરે. (ફાઇલ તસવીર)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝ શરૂ થાય તે પહેલા જ ભારત માટે મુશ્કેલીઓ વધી રહી છે. 17 થી 21 વચ્ચેની પ્રથમ ટેસ્ટ પહેલા બન્ને ટીમોની એ ટીમ પ્રેક્ટિસ મેચ રમવાની છે, હવે આ કોહલી આ મેચમાંથી બહાર રહી શકે છે. (ફાઇલ તસવીર)
ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વનડે સીરીઝમાં ભારત 2-1થી હાર્યુ હતુ, અને બાદમાં ટી20 સીરીઝમાં બદલો લેતા 2-1થી સીરીઝ પર કબજો જમાવ્યો હતો.(ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -