માર્કેટમાં આવ્યો આ ડ્યૂલ સેલ્ફી કેમેરા વાળો 5G સ્માર્ટફોન, કોણે કર્યો લૉન્ચ ને શું છે કિંમત, જાણો વિગતે
(પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In App(પ્રતિકાત્મક તસવીર)
આ ફોનમાં પાવર આપવામા માટે કંપની 4000 એમએએચની દમદાર બેટરી આપી છે. જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આની કિંમત 29990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)
કેમેરા ફિચર્સની વાત કરીએ તો Vivo V20 Pro 5Gમાં ત્રિપલ રિયર કેમેરા છે, જે 64 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ તથા 2 મેગાપિક્સલ વાળા છે. આમાં 44 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલના ડ્યૂલ ફ્રન્ટ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
Vivo V20 Pro 5Gમાં કંપનીએ 6.44 ઇંચની ફૂલ એચડી + એમૉલેડ પેનલ આપી છે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765 5G મોબાઇલ પ્રૉસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આને 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આની સ્ટૉરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. વીવોનો આ ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત Funtouch OS 11 પર કામ કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ લાંબા ઇન્તજાર બાદ ચીની સ્માર્ટફોન મેકર વીવોએ પોતાનો મિડ રેન્જ 5G સ્માર્ટફોન Vivo V20 Pro 5Gને ભારતમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનમાં કેટલાક ફિચર્સને અપગ્રેડ કરીને વનપ્લસ નોર્ડને ટક્કર આપવા માર્કેટમાં ઉતાર્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
Vivo V20 Pro 5G સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો આ ફોન ભારતમાં 29990 રૂપિયામાં મળશે. ખાસ વાત છે કે આ 5G ફોનમાં કંપની ડ્યૂલ સેલ્ફી અને ત્રિપલ રિયર કેમેરા સેટએપ આપ્યો છે. જાણો શું શું છે નવા ફિચર્સ (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -