ચીની કંપનીનો ગજબનો ફોન, એકવાર ચાર્જ કરવાથી 14 કલાક સુધી જોઇ શકાશે મૂવી, જાણો કેટલામાં ખરીદી શકાશે
આમાં એઆઇ પાવર સપોર્ટ છે, એકવાર ચાર્જ કરવાથી તમે 14.3 કલાક સુધી ઓનલાઇન એચડી મૂવી જોઇ શકો છો, કે પછી 7.26 કલાક સતત ગેમ રમી શકો છો. આમાં 6.58 ઇંચ હાલો ફુલવ્યૂ ડિસ્પ્લે છે. આમાં સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.
આ ફોનમાં કંપનીએ 5000 એમએએચની બેટરી આપી છે, અને 18 વૉટ ફાસ્ટ ચાર્જ ટેકનિકની સાથે અવેલેબલ કરાવ્યો છે. એટલે કે આ મોબાઇલ 67 મિનીટમાં 70 ટકા સુધી ચાર્જ થઇ જાય છે.
વીવો Y51માં કંપનીએ 8જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજ આપ્યુ છે. આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 6 સીરીઝ પ્રૉસેસર છે, જે કોઇપણ પ્રકારના ડાઉનલૉડિંગને એકદમ ફાસ્ટ રીતે કરી શકે છે.
વીવો Y51ના ફિચર્સની વાત કરીએ તો.... વીવો Y51માં ત્રણ રિયર કેમરે અને એક સેલ્ફી કેમેરો છે, આનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, જ્યારે બે સેન્સર કેમેરા 8 અને 2 મેગાપિક્સલનો છે. વળી સેલ્ફી માટે વીવો Y51 ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે.
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર વીવોએ યુથ વાઇ સીરીઝ અંતર્ગત વીવો Y51ને ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ મોબાઇલને યુથને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. 5000 એમએએચની બેટરી વાળા આ સ્માર્ટફોનમાં ચાર કેમેરા આપવામાં આવ્યા છે. જોકે, આને હજુ ગ્રાહકો માટે અવેલેબલ નથી કરાવવામાં આવ્યો, ચીની કંપનીએ પાકિસ્તાન અને ઇન્ડોનેશિયામાં આ ફોનને પહેલાથી લૉન્ચ કરી દીધો છે.
વીવો Y51 ફોનને કંપનીએ બે કલર વેરિએન્ટ ટાઇટેનિયમ સફાયર અને ક્રિસ્ટલ સિમ્ફલનીમાં લૉન્ચ કર્યો છે.