ચોથી ટેસ્ટમાંથી જાહેજા બહાર, તેની જગ્યાએ આ યુવા ઓલરાઉન્ડરનું ટેસ્ટ ડેબ્યૂ નક્કી, જાણો વિગતે
ત્રીજી ટેસ્ટમાં ભારતની પ્રથમ બેટિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાને ડાબા હાથના અંગૂઠા પર મિશેલ સ્ટાર્કને બૉલ વાગતા તેને ઇજા પહોંચી છે. (ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં ખેલાડીઓની ઇજાનો સિલસિલો હજુ પણ યથાવત છે. હવે ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને અંગૂઠામાં ઇજા થવાથી ચોથી ટેસ્ટમાંથી તે બહાર થઇ ગયો છે. (ફાઇલ તસવીર)
આવામાં તે વૉશિંગટન સુંદરનુ ટેસ્ટ ડેબ્યૂ નક્કી મનાઇ રહ્યું છે. 21 વર્ષીય વૉશિંગટન સુંદરને ભારતીય ટેસ્ટ ટીમમાં રમવાનો મોકો મળી શકે છે. વૉશિંગટન સુંદરે અત્યાર સુધી ભારત તરફથી 1 વનડે મેચ અને 26 ટી20 મેચ રમી ચૂક્યો છે. હવે ટેસ્ટ ડેબ્યૂ પણ નક્કી મનાઇ રહ્યું છે. (ફાઇલ તસવીર)
બીસીસીઆઇ જાડેજાની જગ્યાએ અન્ય કોઇ ખેલાડીને નથી મોકલી શકતી, કેમકે ઓસ્ટ્રેલિયન સરકારના નિયમો અનુસાર તેમના દેશમાં કોઇપણ વ્યક્તિ જાય છે તો તેને 14 દિવસનો ક્વૉરન્ટાઇન પીરિયડ પુરો કરવો પડે છે. (ફાઇલ તસવીર)
એક રિપોર્ટનુ માનીએ તો ચોથી ટેસ્ટમાંથી જાડેજા બહાર છે, અને તેની સ્થાને યુવા ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરનો સમાવેશ ટીમમાં થઇ શકે છે. વૉશિંગટન ઓફ સ્પિન બૉલિંગમાં માહિર છે, ઓસ્ટ્રેલિયા સામેની ટી20માં પણ વૉશિંગટન ટીમ ઇન્ડિયાનો ભાગ રહી ચૂક્યો છે. (ફાઇલ તસવીર)
ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે, “રવિન્દ્ર જાડેજાના ડાબા હાથના અંગૂઠામાં ડિસ્લોકેશન અને ફ્રેક્ચર છે. તેના માટે બેટિંગ કરવું મુશ્કેલ રહેશે. ઓછામાં ઓછા બેથી ત્રણ અઠવાડિયા રમતથી દૂર રહેશે. તેથી તે અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. પંત બેટિંગ કરવા માટે સક્ષમ છે, કારણ કે તેની ઈજા વધારે ગંભીર નથી.” (ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -