સલમાન ખાનના ભાઈની પત્નિને ક્રિકેટર રોહિત શર્મા સાથે છે શું સંબંધ? જાણો મહત્વની વિગત
નવી દિલ્હીઃ નેટફ્લિક્સ પર કરણ જોહરની સીરીઝ 'ફેબુલસ લાઇવ્સ ઓફ વાઇવ્ઝ' તાજેતરમાંજ રિલીઝ થઇ ચૂકી છે. આ સીરીઝમાં સોહેલ ખાનની પત્ની સીમા ખાન, સંજય કપૂરની પત્ની મહીપ કપૂર, ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે, અને નિલમ કોઠારી સોની જોવા મળી રહી છે. આ સીરીઝને જોયા બાદ ફેન્સના મનમાં સૌથી મોટી વાત સોહેલ ખાનની પત્ની સીમા ખાનને લઇને ઉઠી, ખાસ વાત છે કે લોકો સીમા ખાન અને સોહેલ ખાનના રિલેશનને લઇને કન્ફ્યૂઝનમાં છે.
સીમા ખાનનો ભાઇ બંટી સજદેહ કોર્નસ્ટૉન સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ કંપનીનો સીઇઓ છે.
પરંતુ ખાસ વાત છે કે સીમા ખાન અને ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માનો સંબંધ પણ બહુ ધરોબો છે. જે બહુ ઓછા લોકો જાણે છે. સીમા ખાન અને બંટી સજદેહ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહના કઝીન છે, એટલે બન્ને રોહિત શર્માના સાળા અને સાળી થાય છે.
1998માં સીમાના લગ્ન અભિનેતા અને નિર્દેશક સોહેલ ખાન સાથે થયા છે, જે સુપરસ્ટાર સલમાન ખાનનો સૌથી નાનો ભાઇ છે.
સીમા ખાનનુ નામ સીમા સચદેહ છે, અને ખાન પરિવારની સૌથી નાની વહુ છે. તેને 1998માં સોહેલ ખાન સાથે લગ્ન કરી લીધા હતા. તેમના હાલ બે દિકરા છે.