Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
2021માં ક્યા ફોન પર વોટ્સએપ નહીં કરે કામ. જાણો શું કરવું પડશે?
ઉલ્લેખનીય છે કે વૉટ્સએપ ગયા વર્ષે આઇઓએસ 8 અને તેનાથી જુની ઓપરેટિંગ સિસ્ટમ પર વૉટ્સએપ સપોર્ટ બંધ કરી દીધો હતો. જ્યારે એન્ડ્રોઇડમાં 2.3.7 અથવા તેનાથી જુની ઓએસ પર વૉટ્સએપ સપોર્ટને ક્લૉઝ કર્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ છે કે વૉટ્સએપ કંપની આઇઓએસ 9 અને એન્ડ્રોઇડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમ પર રન થનારા સ્માર્ટફોનમાંથી વૉટ્સએપ ચાલતુ બંધ થઇ જશે, કંપનીએ આ ઓપરેટિંગ સિસ્ટમમાંથી વૉટ્સએપ સપોર્ટ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. (પ્રતિકાત્મક તસવીર)
આ ફોન પર વૉટ્સએપ ચાલુ રાખવુ હોય તો, આઇફોન યૂઝર્સે Settings > General > Information જવુ પડશે, અહીંથી અપડેટ ફોન અપડેટ કરવો પડશે. જ્યારે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે Settings > About Phone જઇને ફોનના ઓએસ વર્ઝનને અપડેટ કરવુ પડશે. (પ્રતિકાત્મક તસવીર)
એન્ડ્રોઇડની વાત કરીએ તો 4.0.3 એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર વૉટ્સએપ સપોર્ટ બંધ થશે, એચટીસી ડિઝાયર, એલજી ઓપ્ટીમસ બ્લેક, મોટોરોલા ડ્રૉઇડ રેઝર અને સેમસંગ ગેલેક્સી એસ2 સહિતના કેટલાક મૉડલો હજુ પણ જુની ઓપરેટિંગ સિસ્ટમ પર રન થઇ રહ્યાં છે, તેઓએ પણ વૉટ્સેએપ ચાલુ રાખવા માટે તેને અપડેટ કરવી જરૂરી છે. (પ્રતિકાત્મક તસવીર)
આઇઓએસ 9 પર ચાલતા ફોનમાં એપલના આઇફોન 4નો સમાવેશ થાય છે. પરંતુ આ સાથે આઇફોન 4એસ, આઇફોન 5, આઇફોન 5એસ, આઇફોન 6 અને આઇફોન 6એને પણ વૉટ્સએપ ચલાવવા માટે આઇઓએસ 9થી ઉપરની આઇઓએસને અપડેટ કરવી પડશે. (પ્રતિકાત્મક તસવીર)
કંપનીના રિપોર્ટ પ્રમાણે આગામી વર્ષથી કેટલાક એન્ડ્રોઇડ અને આઇઓએ સ્માર્ટફોનમાંથી વૉટ્સએપ સપોર્ટ બંધ કરી દેવામા આવશે. (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ વૉટ્સએપ વાપરનારાઓ માટે એક ખરાબ સામાચાર સામે આવ્યા છે. આગામી 2021ની શરૂઆત થતાં જ કંપની કેટલાક ફોનમાંથી વૉટ્સએપ સપોર્ટને ખેંચી લેશે, એટલે કે હવે કંપનીના લિસ્ટિંગમાં જે ફોન હશે તેના પર વૉટ્સએપનો સપોર્ટ નહીં મળે અને વૉટ્સએપ ઓટોમેટિક બંધ થઇ જશે, આ ફેંસલો ફેંસબુકના સ્વામિત્વ વાળી વૉટ્સએપ કંપનીએ લીધો છે. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -