ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ લૉર્ડ્ઝમાં નહીં રમાય ? આ ચાર મેદાનમાં રમાઇ શકે છે ફાઇનલ ટેસ્ટ, જાણો કયા કયા ?
આ ફાઈનલ ભારતમાં રમાય તેવી શક્યતા છે. ઈંગ્લેન્ડનું સાઉથમ્પટન ફાઈનલનું યજમાન બની શકે છે. એ જ રીતે માંચેસ્ટરનું ઓલ્ડ ટ્રેફોર્ડ અને બર્મિગહામનું એજબાસ્ટન પણ રેસમાં છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મનાતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ પણ આ માટે ચર્ચામાં છે. (પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈસીસી પહેલી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ યોજી રહી છે. ભારત 520 પોઈન્ટ સાથે અને ન્યૂઝીલેન્ડ 420 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આ બંને દેશો વચ્ચે ફાઈનલ રમાશે અને જે ટીમ જીતશે તેને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પહેલો ખિતાબ મળશે. (પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
મીડિયા રિપોર્ટ પ્રમાણે ફાઈનલ માટે આઈસીસી બીજું મેદાન શોધી રહી છે. સૂત્રોનું કહેવુ છે કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આઈસીસીને સ્થળ બદલવા માટે કહ્યું છે કેમ લોર્ડઝમાં બાયોબબલની સમસ્યા સર્જાઈ શકે છે. લોર્ડ્ઝની નજીક હોટલ નહીં હોવાથી બાયો બબલ સમસ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
આઈસીસી દ્વારા ફાઈનલ ક્યાં રમાશે તેની જાહેરાત જલ્દી કરવામાં આવશે.લોર્ડઝમાં તો આ મેચ નહીં રમાય અને તેના કારણે આઈસીસી બીજા વિકલ્પો પર વિચારણા કરી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)
ફાઈનલમાં 18 જૂને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે પણ આ ટેસ્ટ મેચનુ સ્થળ બદલાઈ શકે છે. પહેલાં આ ઐતહાસિક ટેસ્ટ મેચ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડઝ મેદાન પર રમાવાની હતી પણ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે લોર્ડ્સ પર બાયોબબલ શક્ય ના હોવાથી હવે આ ટેસ્ટ બીજી જગ્યાએ યોજવી પડશે. (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્લીઃ ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ જીતીને ભારતે 3-1થી સીરિઝ જીતી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચી ચૂકી છે પણ આ ફાઈનલ હલે લોર્ડ્સ પર નહીં રમાય. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -