નવા વર્ષે આવી રહી છે આ 10 મસાલેદાર વેબ સીરીઝ, ઓટીટી પર ક્યારે-કયારે થશે રિલીઝ, જુઓ લિસ્ટ......
આ ઉપરાંત જી-5 પર કરણ સિંહ ગ્રોવર અને સુરભિ જ્યોતિ અભિનીત વેબસીરીઝ 'કબૂલ હૈ'ની બીજી સિઝન પણ રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિનય નામ્બિયારની વેબ સીરીઝ 'તૈશ' પણ આ વર્ષે રિલીઝ થવાની છે.
વિદ્યા બાલન અભિનીત 'શકુંતલા દેવી'નો ઇન્તજાર પણ આ વર્ષે ખતમ થવા જઇ રહ્યો છે.
જી-5 ઓરિજીનલ પર અમિત સાધ અભિનિત 'જિદ' 2021માં રિલીઝ થવાની છે.
નેટફ્લિક્સ પર 'બૉમ્બે બેગમ્સ' પણ આ વર્ષે રિલીઝ થવાની છે.
આ ઉપરાત આ વર્ષે અમેઝોન પ્રાઇમ વીડિયો પર આવશે 'મુંબઇ ડાયરીઝ 26/11'.
'અસુર 2': 'વૂટ સિલેક્ટ' પર રિલીઝ થનારી વેબસીરીઝ 'અસુર 2'માં અભિનેતા અરશદ વારસી દેખાશે.
'ધ ફેમિલી મે' સિઝન2: મનોજ વાજપેયી અભિનીત આ વેબ સીરીઝની બીજા ભાગની શરૂઆત 12 ફેબ્રુઆરીથી થશે. આનુ નિર્દેશન રાજૂ નિદિમોરુ તથા કૃષ્ણ ડીકેએ કર્યુ છે.
'તાંડવ':- સૈફ અલી ખાનની આ મૂવી હાલ ખુબ ચર્ચામાં છે. રાજકીય નાટકથી ભરેલી વેબસીરીઝ આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ થવાની છે. આમાં નિર્દેશક અલી અબ્બાસ જફર તથા અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પદડા પર દેખાશે. આને 15મી જાન્યુઆરીએ અમેઝોન પ્રાઇમ વીડિયો પર બ્રૉડકાસ્ટ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે બૉક્સ ઓફિસ પર તાળુ લાગ્યુ છે, ત્યારે આ બધાની વચ્ચે હવે ઓટીટી પ્લેટફોર્મ સુપરડુપર હિટ સાબિત થઇ રહ્યું છે. આખા વર્ષ દરમિયાન મોટા ભાગની મૂવી અને વેબસીરીઝે ઓટીટી પર ધૂમ મચાવી છે. હવે ફરી એકવાર એટલે કે વર્ષ 2021માં ઓટીટી પર કેટલીક દમદાર અને મસાલેદાર મૂવી-વેબસીરીઝ આવી રહી છે. અહીં તેનુ સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -