ફિલ્મોમાં હીરોઇન બનવા આ હૉટ એક્ટ્રેસની બહેન થઇ ઉતાવળી, પોતાને ફિટ રાખવા કરી રહી છે આ ખાસ કામ, જુઓ તસવીરો.......
(PHOTOS- MANAV MANGALANI)
ખુશી કપૂરએ જણાવ્યુ હતુ કે તે મૉડેલિંગ કરવા ઇચ્છે છે, પરંતુ હવે તે એક્ટિંગનો કોર્સ કરશે અને ત્યારબાદ ફિલ્મોમાં દેખાશે.
તાજેતરમાંજ એબીપી ન્યૂઝે જ્યારે બોની કપૂરને પુછ્યુ કે ખુદ એક નિર્માતા હોવાના નાતે શું તે ખુશી કપૂરને બૉલીવુડમાં લૉન્ચ કરવા જઇ રહ્યાં છે? આ સવાલ પર બોની કપૂર સીધે સીધુ કંઇ જ ના કહ્યું. બોનીએ કહ્યું - ખુશી કપૂર માટે હુ કોઇ ફિલ્મ બનાવીશ કે નહીં બનાવીશ કે પછી તેને બીજુ કોઇ લૉન્ચ કરશે તેના પર કહેવુ ઉતાવળુ ગણાશે.
કાલે જિમ બાદ જ્યારે ખુશી કપૂર દેખાઇ તો પૈપરાજીએ તેને ક્લિક કરવા ઇચ્છ્યુ. આ દરમિયાન ખુશી કપૂર હંસતી હંસતી પૉઝ આપતી દેખાઇ.
હવે બૉલીવુડમાં કેરિયર બનાવવી હોય તો ફિટનેસનુ ધ્યાન તો રાખવુ જ પડશે.
થોડાક દિવસો પહેલા જ તેના પિતા બોની કપૂરે એ કન્ફોર્મ કર્યુ છે કે ખુશી કપૂર ફિલ્મોમાં આવશે.
હૉટ એક્ટ્રેસ જહાન્વી કપૂરની નાની બહેન ખુશી કપૂર હવે ફિલ્મોમાં ડેબ્યૂ કરવા ઉતાવળી બની છે, ગુરુવારે ખુશી કપૂર મુંબઇમાં જિમમાં પહોંચી હતી. તે દરમિયાન તેની તસવીરો ક્લિક કરવામાં આવી હતી.
મુંબઇઃ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર બહુ જલ્દી ફિલ્મોમાં દેખાશે. ખુશી કપૂર આજકાલ જોરદાર વર્કઆઉટ કરી રહી છે. જુઓ તેની તસવીરો....