પ્રથમ ટી20માં કયા ખેલાડીનુ નામ ન હતુ, અચાનક એન્ટ્રી મળતા શું કરી ગયો કમાલ, જાણો વિગતે
(પ્રતિકાત્મક તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા ભારતે 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા, ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવર રમીને માત્ર 150 રન જ બનાવી શકી હતી. આમ 13 રનથી હારનો સમાનો કરવો પડ્યો હતો.(પ્રતિકાત્મક તસવીર)
ચહલે કાંગારુ ટીમને ધ્વસ્ત કરતાં એરોન ફિન્ચ 35 રન, સ્ટીવ સ્મિથ 12 રન અને મેથ્યૂ વેડ 7 રને પેવેલિયન મોકલી દીધા હતા. આ ત્રણેય સ્ટાર ખેલાડીઓની વિકેટ લેવાના કારણે ચહલ જીતનો હીરો બન્યો હતો. ચહલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)
ખાસ વાત છે કે જાડેજાની જગ્યાએ મેદાનમાં ઉતરેલા ચહલે મેચમાં કમાલ કર્યો, ચહલે મેચમાં 4 ઓવરો ફેંકી અને 25 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. (પ્રતિકાત્મક તસવીર)
આ મામલે બીસીસીઆઇએ ટ્વીટ કરીને લખ્યું- રવિન્દ્ર જાડેજાને પહેલી ટી20 મેચમાં પહેલી ઇનિંગની છેલ્લી ઓવરમાં હેલમેટ પર બૉલ વાગ્યો, ભારતની ફિલ્ડિંગ દરમિયાન યુજવેન્દ્ર ચહલ મેદાન પર ઉતર્યો. બીસીસીઆઇની મેડિકલ ટીમ જાડેજાની સ્થિતિ પર નજર રાખી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)
ખરેખરમાં ચહલને પ્રથમ ટી20માં પ્લેઇંગ ઇલેવનમાં કનેક્શન સબ્સિટ્યૂટ તરીકે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. એટલે કે પ્લેઇંગ ઇલેવનના લિસ્ટમાં યુજવેન્દ્ર ચહલનનુ નામ ન હતુ. (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની પ્રથમ ટી20માં શાનદાર જીત સાથે શરૂઆત થઇ છે. ભારતે પ્રથમ ટી20માં કાંગારુ ટીમને 13 રનોથી હરાવીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. મેચમાં જીતનો હીરો યુજવેન્દ્ર ચહલ રહ્યો, હવે ચહલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખમાં ચહલ પ્રથમ ટી20ની પ્લેઇંગ ઇલેવનમાં ન હતો. (પ્રતિકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -