✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ ત્રણ બહેનો સાથે સેક્સ માણવાની લાલચમાં 22 ધનિકો ફસાયા, જાણો ગુમાવ્યા કેટલા રૂપિયા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2018 12:19 PM (IST)
1

ટોળકીની ડુપ્લીકેટ પોલીસ ઓરીજનલ પોલીસનો ડ્રેસ પહેરવા લાવતી. સુરત પોલીસના કેટલાક કર્મચારીઓની મદદથી આ ડ્રેસ મળ જતો. તેમની સાંઠગાંઠથી આ ટોળકીએ અત્યાર સુધીમાં 22 જણાને હનીટ્રેપમાં ફસાવ્યા છે. ગુજરાતભરમાં આ ગેંગ સક્રિય છે. પકડાયેલો કાના ઉર્ફ કિસ્મત 12 જેટલી ગેંગ ચલાવે છે.

2

હરેકૃષ્ણ પટેલે વરાછા અને સરથાણાની પોલીસની ટીમે અમરોલી વિસ્તારમાં છટકું ગોઠવી આ ગેંગને પકડી પાડી. છૈયા મફા દેસાઈ, કિસ્મત ઉર્ફે કાનો કાળુ ગાંગળ, ગોવિંદ દેવસી રોજિયાની પોલીસે ધરપકડ કરી ત્રણેયને રજૂ સોમવાર સુધીનાં રિમાન્ડ મંજૂર થયા છે. ગેંગની ચાર યુવતીઓ પકડાઇ નથી.

3

આ રેકેટમાંથી મળેલી રકમમાં 25 ટકા બાતમી આપનારને, 25 ટકા ઓરીજનલ પોલીસને, 25 ટકા ગેંગના લીડર કાના ઉર્ફ કિસ્મતને અને 25 ટકા યુવતીઓને મળતા હતા. એક આરટીઆઈ એક્ટિવિસ્ટ યુવાનના ધ્યાન પર આ ટોળકીના ગોરખધંધા આવતાં સંયુક્ત પોલીસ કમિશનર રેન્જ-1 હરેકૃષ્ણ પટેલનો સંપર્ક કર્યો હતો.

4

આ ટોળકીએ અત્યાર સુધી 22 લોકોને શિકાર બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ છે. આ ટોળકીએ બિઝનેસમેનોને પણ ફસાવ્યા હતા અને કુલ રૂપિયા 1.10 કરોડની કમાણી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

5

આ ટોળકીમાં ત્રણ સગી બહેનો છે. હેમાલી પ્રવીણ જુવાલિયા (19), નિકિતા (23), હીરાલી (21, ત્રણેય રહે: સ્વસ્તિક રો-હાઉ, અમરોલી) એ ત્રણ સગી બહેનો તેમજ અન્ય એક યુવતી પ્રિયા નારાયણ રોય (19) (રહે: મહાપ્રભુનગર સોસા, લિંબાયત) સાથે મળીને ત્રણ યુવાનો આ ખેલ કરતા હતા.

6

સુરત: સુરતમાં ધનિક લોકોને સેક્સ માણવાના બહાને બોલાવીને ખંખેરી લેતી ટોળકી ઝડપાઈ છે. ટોળકીની એક યુવતી ફોન મારફતે સંપર્ક કરી યુવકને મીઠી મીઠી વાતો કરી યુવાનને શરીર સુખ માણવાની લાલચ આપીને મળવા બોલાવતી. યુવક જાય ત્યારે નકલી પોલીસ આવીને યુવાનને ડરાવી ધમકાવી મોટી રકમ પડાવી લેતી.

  • હોમ
  • Photos
  • સુરત
  • સુરતઃ ત્રણ બહેનો સાથે સેક્સ માણવાની લાલચમાં 22 ધનિકો ફસાયા, જાણો ગુમાવ્યા કેટલા રૂપિયા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.